તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ડ્રીમ્સ મોલ આગની તપાસ નિવૃત જજ દ્વારા કરવા માગ

મુંબઈ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આગનો અહેવાલ 1 સપ્તાહમાં રજૂ કરવા નિર્દેશ

ભાંડુપમાં ડ્રીમ્સ મોલમાં લાગેલી આગ દુર્ઘટના નહોતી પણ માનવનિર્મિત આગ હતી. લોકોના જીવ બચાવવા માટે હોસ્પિટલો બાંધવામાં આવે છે પણ ડ્રીમ્સ મોલની આગમાં સનરાઈઝ હોસ્પિટલમાં 11 જણના જીવ ગયા છે. અનધિકૃત મોલમાં હોસ્પિટલને પરવાનગી આપવામાં આવી હોવાથી આ ભોગ લેવાયો. તેથી ડ્રીમ્સ મોલમાં લાગેલી આગની તપાસ નિવૃત જજ મારફત કરાવવાની માગણી સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી. દરમિયાન પ્રશાસન માણસાઈ ભૂલી ગયું છે એમ જણાવતા આગનો અહેવાલ એક અઠવાડિયામાં રજૂ કરો એવો નિર્દેશ સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવે આપ્યો હતો.

ભાંડુપ ખાતેના ડ્રીમ્સ મોલમાં લાગેલી આગને કારણે સનરાઈઝ હોસ્પિટલના 11 જણના મૃત્યુ થયા. આ આગના પ્રતિસાદ સ્થાયી સમિતિની બેઠકમાં પડ્યા હતા. વિરોધ પક્ષ નેતા રવિ રાજાએ વાંધાનો મુદ્દો ઉપસ્થિત કરતા પ્રશાસનની ટીકા કરી હતી. આ મોલના ત્રીજા માળને ઓસી આપવામાં આવ્યું નહોતું. ફક્ત વોટ્સએપ મેસેજ પર અરજી આવી એટલે ઓસી આપીને હોસ્પિટલ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી. તેથી આ પ્રકરણની તપાસ ભૂતપૂર્વ જજ મારફત કરાવવી એવી માગણી તેમણે કરી હતી. આ વાંધાના મુદ્દાને સર્વપક્ષીય સભ્યોએ ટેકો આપ્યો હતો.

કમલા મિલ કમ્પાઉન્ડ દુર્ઘટનામાં શ્રીમંતોના મૃત્યુ થયા હતા. તેથી અધિકારીઓ, કર્મચારીઓને સસપેન્ડ કરીને તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી. પણ હવે 11 જણનો ભોગ લેનારાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સંદર્ભે પોતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર મોકલશે એમ સમાજવાદી પક્ષના જૂથનેતા રઈસ શેખે જણાવ્યું હતું. 10 લાખની મદદની માગણી : આગમાં મૃત્યુ પામેલા 11 દર્દીઓને ન્યાય નહીં મળે તો કોર્ટમાં દાદ માગશું એવો ઈશારો ભાજપના જૂથનેતા પ્રભાકર શિંદેએ આપ્યો હતો.

ભાજપના સ્થાનિક નગરસેવિકાએ પ્રશાસનને પત્ર લખીને દુર્ઘટના થવાની શક્યતા વ્યક્ત કરી હતી. જો કે પ્રશાસને એના પર દુર્લક્ષ કર્યું હોવાથી 11 જણનો ભોગ લેવાયો. આ મૃતકોના વારસદારોને મહાપાલિકાએ રૂ. 10,00,000ની મદદ કરવી એવી માગણી ભાજપના વિનોદ મિશ્રાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો