તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રેગન ફ્રૂટ:સાંગલીનાં રેસા અને ખનીજ સમૃદ્ધ ડ્રેગન ફ્રૂટ હવે દુબઈ સુધી પહોંચ્યાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર ઉપરાંત મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સમાં ઉત્પાદન

રેસાયુક્ત પદાર્થ અને ખનીજ સમૃદ્ધ ડ્રેગન ફ્રૂટ મહારાષ્ટ્રના સાંગલીથી ઠેઠ દુબઈમાં પહોંચ્યાં છે. આ ફળને કમલમ પણ કહેવાય છે અને તેનું શાસ્ત્રીય નામ હાયલોસેરેયુસુંડેટસ છે. દુબઈમાં માગણી હોવાથી આ પ્રકારનાં ફળોની નિકાસને જબરદસ્ત ગતિ મળશે. સાંગલીના તડસર ખાતેના ખેડૂતો આ ફળનો પાક લઈ રહ્યા છે. તેની પર આવરણ અને પ્રક્રિયાનું કામ અપેડા માન્યાપ્રાપ્ત નિકાસકાર એમએ કેબીએ કર્યું છે.

આ ફળ મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સ, અમેરિકા અને વિયેટનામમાં પણ ઉગાડવામાં આવે છે. ભારતમાં 1990ના આરંભમાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન લેવાનું શરૂ કરવામાં આવ્યાં હતું. છેલ્લાં થોડાં વર્ષોમાં ડ્રેગન ફ્રૂટની લોકપ્રિય વધી હોઈ દેશનાં વિવિધ રાજ્યોમાં ખેડૂતો આ ઉત્પાદન લેવા લાગ્યા છે.ભારતમાં મહારાષ્ટ્ર સિવાય ગુજરાત, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને આંદામાન નિકોબાર આઈલેન્ડ ખાતે આ ફળનું ઉત્પાદન લેવાય છે. તે ઉગાડવા માટે પાણીની ઓછી જરૂર પડે છે અને વિવિધ પ્રકારની માટીમાં પણ તે ઉગાડી શકાય છે.

સફેદ ગર અને ગુલાબી સાલ, લાલ ગર અને ગુલાબી સાલ અને સફેદ ગર અને પીળી છાલ એ તેના મુખ્ય પ્રકાર છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જુલાઈ 2020માં આકાશવાણી પર પોતાની મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતના કચ્છમાં ડ્રેગન ફ્રૂટની થઈ રહેલી ખેતીનો ઉલ્લેખ કર્યો હતો. ભારતની ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની ખાતરી રાખવા માટે આ ફળો ઉગાડ્યાં તે માટે કચ્છના ખેડૂતોને મોદીએ અભિનંદન આપ્યા હતા.

અપેડાનું પ્રોત્સાહન
મૂળભૂત સુવિધા, ગુણવત્તા વિકાસ અને બજારના વિકાસ સહિત વિવિધ ઘટકો અંતર્ગત નિકાસકારોને સહાય કરીને અપેડા કૃષિ અને પ્રક્રિયા કરેલા પદાર્થોની નિકાસને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત વાણિજ્ય વિભાગ પણ નિકાસ માટે વેપાર મૂળભૂત સુવિધા, બજારમાં પ્રવેશ માટે આગેવાની એમ વિવિધ યોજનાઓના માધ્યમથી નિકાસને પીઠબળ આપે છે.

ફળની વિશિષ્ટતા અનેક છે
આ ફળમાં રેસાયુક્ત પદાર્થ, જીવનસત્ત્વ, ખનીજ અને એન્ટી – ઓક્સિડન્ટ પણ છે. ઓક્સિડેટિવ તાણને લીધે પેશીઓને થયેલા નુકસાનને ભરી કાઢવું, દાહ ઓછો કરવો અને પાચન વ્યવસ્થા સુધારવા માટે ડ્રેગન ફ્રૂટ ઉપયોગી છે. કમળ જેવી પાંખડીઓ હોવાથી કમલમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...