તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Dr. Who Spread Information About Sex Education In India To The General Public. Mahinder Vats Dies At The Age Of 96

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ભારતમાં સેક્સ એજ્યુકેશનની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડનારા ડૉ. મહિન્દર વત્સનું 96 વર્ષની વયે નિધન

મુંબઇ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડૉ. મહિન્દર વત્સની તસવીર - Divya Bhaskar
ડૉ. મહિન્દર વત્સની તસવીર
 • ‘ઈટ્સ નોર્મલ’ નામના પુસ્તકના લેખક ડૉ. વત્સ સ્ત્રીરોગ નિષ્ણાત પણ હતા

દેશમાં સેક્સ એજ્યુકેશનની શરૂઆત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા ડૉ. મહિન્દર વત્સનું 96 વર્ષની વયે નિધન થઈ ગયું છે. સેક્સના વિષયમાં નિષ્ણાત હોવાથી તેઓ ‘સેક્સપર્ટ’ તરીકે પણ ઓળખાતા હતા. તેમણે લાંબા સમય સુધી ‘આસ્ક ધ સેક્સપર્ટ’ નામની કોલમ લખી હતી. તેમનાં સંતાનોએ એક નિવેદન જારી કરીને તેમના અવસાનના સમાચાર આપ્યા હતા. તેમાં જણાવાયું છે કે ‘અમારા પિતાજી અનેક આયામ ધરાવતી વ્યક્તિ હતા. તેઓ પોતાની શરતોએ શાનદાર જીવન જીવ્યા’

ડૉ. વત્સે પોતાની કારકિર્દીની શરૂઆત 40 વર્ષ સુધી તેમણે ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રીરોગ નિષ્ણાત) અને પ્રસૂતિરોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરી હતી. ફેમિલી પ્લાનિંગ એસોસિયેશન ઓફ ઈન્ડિયા માટે સલાહકાર તરીકે કામ કરતા તેમણે સેક્સ એજ્યુકેશન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. 1974માં આ સંસ્થાએ સેક્સ એજ્યુકેશન, કાઉન્સેલિંગ અને થેરપી સેન્ટર શરૂ કર્યું હતું, જે ભારતમાં આવો પહેલો પ્રયાસ હતો. 1980ના શરૂઆતના દિવસોમાં તેમણે કાઉન્સેલિંગ અને એજ્યુકેશન માટે ગાયનેક તરીકેની પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. તેઓ લોકો સાથે સંવાદ કરવા અને સેક્સ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા અખબારોમાં કોલમ લખતા. અંગ્રેજી અખબારમાં આવતી ‘આસ્ક ધ સેક્સપર્ટ’ કોલમથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. આ કોલમ સળંગ 15 વર્ષ મુંબઈના એક અખબારમાં પ્રકાશિત થઈ. આ કોલમના સંકલનરૂપે 2015માં ‘ઈટ્સ નોર્મલ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. સેક્સ જેવા વિષય પર લખવા બદલ તેમણે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેઓ જીવનના અંત સુધી સેક્સ એજ્યુકેશનના મિશન માટે અડગ રહ્યા. તેમનું માનવું હતું કે, મોટા ભાગની સેક્સને લગતી સમસ્યાઓનું કારણ પાયાની માહિતીનો અભાવ છે.

બ્રિટનમાં રહેવા લાગ્યા હતા ડૉ. વત્સ, પિતા માટે ભારત પાછા આવ્યા
ડૉ. વત્સ કારકિર્દીની શરૂઆતના દિવસોમાં બ્રિટન ગયા હતા. તેઓ પત્ની અને પુત્ર સાથે આશરે બે વર્ષ ત્યાં રહ્યા, પરંતુ દેશમાં પિતાનું આરોગ્ય ખરાબ થવાથી તેઓ ભારત પાછા આવી ગયા. તેઓ પંજાબી હતા અને તેમનાં પત્ની સિંધી હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો