સારવાર:કોવિડ પોઝિટિવ યુવાન પર ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ પોઝિટિવ પછી 53 દિવસ બાદ 34 વર્ષના યુવાન પર ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની કૃષ્ણા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં સફળતાથી કરાયું. ફેફસામાં વધારાના તંતુની આ બીમારી પર એક્સ્ટ્રા કોર્પોરેલ મેમ્બ્રેન ઓક્સિજનેશન શસ્ત્રક્રિયા દ્વારા ડોક્ટરોએ 53 દિવસ પછી સફળતા મેળવી. હાર્ટ અને લંગ નિષ્ણાત ડો. સંદીપ અત્તાવર અને તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી. યુવાન માર્કેટિંગ વ્યવસાય સાથે સંકળાયેવો છે. તેને કોવિડનું હોવાનું જણાતાં તે જાતે દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ થયો હતો. ઉપચાર પછી પણ તેની તબિયતમાં સુધારણા દેખાતી નહોતી. તબિયત વધુ કથળતાં દર્દી પર વેન્ટિલેટર અને ત્યાર પછી ઈસીએમઓના આધારે ઉપચાર કરવામાં આવ્યા. તપાસમાં કોરોનાને લીધે તેનાં ફેફસાં નકામાં થતાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી તેની પર ફેફસાનું પ્રત્યારોપણ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. દર્દીના કુટુંબે હૈદરાબાદની હોસ્પિટલને આ અંગે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...