રાજકારણ:અમારી ધીરજની કસોટી નહીં કરોઃ રાજ ઠાકરેનો ઉદ્ધવને પત્ર

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાની તાંબાની પ્લેટ કોઈની પાસે નથી. ઉદ્ધવ ઠાકરે પાસે પણ નહીં

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને એક ખુલ્લો પત્ર લખીને આકરી ટીકા કરી છે. લાઉડસ્પીકરના ઉપયોગને લઈને રાજકીય વિરોધાભાસ પ્રવર્તે છે. તેમના પત્રમાં રાજ ઠાકરેએ મનસે કાર્યકરો સામે પોલીસ કાર્યવાહી માટે મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારની ટીકા કરી છે. રાજ ઠાકરેએ, લાઉડસ્પીકરના ઉપયોગ અંગે અલ્ટિમેટમ પણ જારી કરીને ઉદ્ધવ ઠાકરેને સ્પષ્ટપણે કહ્યું છે કે “સત્તા કાયમી નથી.’

મનસેના કાર્યકરો સામે પગલાં લેવા માટે રાજ્ય સરકારની નિંદા કરતાં, રાજ ઠાકરેએ ઉમેર્યું હતું કે મનસે દ્વારા 4 મેના રોજ યોજાનાર આંદોલન શરૂ થાય તે પહેલાં જ તેમની પાર્ટીના કેડરની અટકાયત કરવામાં આવી હતી. આંદોલન શરૂ કરતાં પહેલાં જ મારા પક્ષના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. મનસેના 28 હજાર કાર્યકરોને પોલીસ તરફથી નોટિસ આપવામાં આવી હતી જ્યારે હજારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સરકારે આ બધું કર્યું કારણ કે તેઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માગે છે. આ લાઉડસ્પીકર અવાજનું પ્રદૂષણ કરે છે, એમ રાજ ઠાકરે જણાવ્યું હતું.

“સત્તા કાયમી નથી’: રાજ ઠાકરે
સીએમ ઉદ્ધવ ઠાકરેને તેમની અંતિમ ટિપ્પણીમાં, મનસે સુપ્રીમોએ રાજ્ય સરકારને સીધો પડકાર ફેંક્યો છે, અને કહ્યું છે કે તેમની “ધીરજની કસોટી થવી જોઈએ નહીં”. વધુમાં, તેમણે એવી પણ ટિપ્પણી કરી કે “સત્તા આવે છે અને જાય છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે કાયમી નથી. રાજ્ય સરકારને મારે એક જ વાત કહેવાની છે; અમારી ધીરજની કસોટી ન કરો. સત્તા આવે છે અને જાય છે, સત્તાની તાંબાની પ્લેટ કોઈની પાસે નથી. ઉદ્ધવ ઠાકરે તમે પણ નહીં!

અન્ય સમાચારો પણ છે...