ઠપકા સાથે સલાહ:સહકાર ક્ષેત્રમાં પક્ષપાતને મૂકદર્શક બની જોતો નહીં રહું: અમિત શાહ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સરકારને ઠપકો આપવા સાથે સહકારને રાજકારણની પાર જોવાની સલાહ આપી

સહકાર ક્ષેત્ર આગળ લઈ જવાની જરૂર છે. રાજકારણની પાર જઈને બધાએ તેનો વિચાર કરવો જોઈએ. રાજ્ય સરકારે પણ તેનું ભાન રાખવું જોઈએ. સહકાર ક્ષેત્રમાં પક્ષપાત થઈ રહ્યો છે. તે હું મૂકદર્શક બનીને જોતો નહીં રહી શકું. આ પક્ષપાત નહીં થવા દેવાની મારી જવાબદારી છે. આ જ કહેવા માટે હું આવ્યો છે, એમ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શનિવારે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના પ્રવરાનગરમાં શનિવારે પહેલી સહકાર પરિષદ પાર પડી. આ સમયે શાહ બોલતા હતા. આ અવસરે વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડો. ભાગવત કરાડ, ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે- પાટીલ વગેરે હાજર હતા. આ સમયે શાહે સહકાર ક્ષેત્રમાં પક્ષપાતીપણું, ગોટાળા અને અંધાધૂંધ કારભારની ટીકા કરી અને રાજ્ય સરકારના કાન પણ આમળ્યા હતા.

સાકર કારખાનાઓની સમસ્યા રાજ્યના સ્તરે કેમ ઉકેલાતી નથી. અમુકની ઉકેલાય છે. આ સમસ્યાઓ પર દિલ્હીમાં શા માટે સુનાવણી લેવી પડે છે. હું બધાને કહેવા માગું છું કે મને સલાહ આપવા કરતાં પોતાની અંદર ડોકિયું કરીને જુઓ. રાજકારણ બાજુમાં મૂકીને તમારે સહકારને જોવાની વધુ જરૂર છે. સહકાર ક્ષેત્રમાં પક્ષપાત થઈ રહ્યો છે. આથી હું આ પક્ષપાત મૂકદર્શક બનીને જોઈ નહીં શકું.

તે દૂર કરવાની મારી જવાબદારી છે. તે જ કહેવા માટે હું અહીં આવ્યો છું. આપણે બધાએ રાજકારણ બાજુમાં મૂકીને કામ કરવું જોઈએ. મારી પાસે સમસ્યા આવશે તો સહકાર કોણ ચલાવી રહ્યું છે તે જોઈશ નહીં. યુનિટ કઈ રીતે ચાલી રહ્યું છે તે જોઈશ. રાજ્ય સરકારે પણ તે જ જોવું જોઈએ, એમ શાહે જણાવ્યું હતું.

બેન્કોને બચાવવા કોઈ કસર બાકી નહીં રાખીએ : દરમિયાન અમે બેન્કો બચાવવા માટે જે પણ કરવાનું છે તે કરીશું. બેન્કો બચાવવા માટે હવે નવી કમિટીઓ સ્થાપન નહીં કરાશે. કમિટી તૈયાર કરીને સમય વેડફવામાં નહીં આવશે. અનેક સમિતિઓ બની, અનેક અહેવાલ આવ્યા. અહેવાલ રદ્દીમાં ગયા. કોઈની અમલબજાવણી થઈ નહીં. આથી સમિતિની જરૂર નથી. તમારી સાથે બેસીને સમસ્યા સમજીને તેનો ઉકેલ લાવીશું. આગામી સમયમાં નવું સહકાર ધોરણ લાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

સાકર કારખાનાંનું ખાનગીકરણ નહીં
નરેન્દ્ર મોદી સરકાર પાસેથી સહકાર ક્ષેત્રને બધી મદદ મળશે. અમે આ આંદોલન આગળ લઈ જવાના છીએ. મહારાષ્ટ્રમાં સાકર કારખાનાંનો અમે અભ્યાસ કર્યો છે. સાકર કારખાનાં ચાલુ રહે તે અમારું કામ રહેશે. કોઓપરેટિવ સાકર કારખાનાનું ખાનગીકરણ નહીં થાય તે માટે અમારો પ્રયાસ રહેશે. સાકર કારખાનાના સંચાલકો, મેનેજમેન્ટ રાજકીય વિચારધારાથી અમારી સાથે નથી તેની રાજ્ય સરકારે ગેરન્ટી નહીં આપવું કેટલું યોગ્ય છે એમ તેમણે પૂછ્યું હતું.

અહીં આવ્યા પછી અનેકના ફોન આવ્યા. મહારાષ્ટ્રમાં શું કરવાના છો એમ પૂછ્યું. હું સહકાર મંત્રી બન્યો. તે સમયે મારી પર અનેક સવાલ કરાયા. હું સહકાર ક્ષેત્ર તોડવા આવ્યો નથી, જોડવા આવ્યો છું. જોકે રાજ્ય સરકારે પણ રાજકારણ બાજુમાં રાખીને સહકારને જોવું જોઈએ. કારખાનાંના સંચાલક કોણ છે, કયા પક્ષના છે તે આધારે ફાઈનાન્સ નહીં કરવું જોઈએ, એવી સલાહ તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...