તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાજ્યમાં અમિતાભ અને અક્ષયની ફિલ્મો ચાલવા નહીં દઈએ, પટોલે

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મનમોહન સરકારના સમયે ટ્વિટર પર સતત ટીકા કરતા હતા

કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારની ફિલ્મો અને શૂટિંગ મહારાષ્ટ્રમાં બંધ પાડવાનો ઈશારો આપ્યો છે. તત્કાલીન મનમોહન સિંઘ સરકારના સમયે ટ્વિટરના માધ્યમથી સતત ટીકા કરનારા અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારે મોદી સરકારના સમયમાં શાંત છે એવી ટીકા પટોલેએ કરી હતી. ડિઝલ, પેટ્રોલ અને ગેસના દરવધારાના કારણે સામાન્ય નાગરિકોનું જીવવું મુશ્કેલ થયું છે. જે સમયે મનમોહન સિંઘની સરકાર હતી એ સમયે અમિતાભ, અક્ષયકુમારે ટ્વિટરના માધ્યમથી ટીકા કરતા અને આજે શા માટે શાંત છે? એવો સવાલ તેમણે કર્યો હતો.

અમિતાભ અને અક્ષયકુમારની ફિલ્મો અને શૂટિંગ મહારાષ્ટ્રમાં ચાલવા નહીં દઈએ. જે પદ્ધતિથી લોકશાહી માર્ગે મનમોહન સિંઘ સરકારના સમયે ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા હતા એ જ પ્રમાણે આજે મોદી સરકારના દેશ વિરોધી ધોરણમાં તેમણે પોતાની ભૂમિકા રજૂ કરવી. અન્યથા મહારાષ્ટ્રમાં શૂટિંગ અને ફિલ્મો બંધ પડે એવી વ્યવસ્થા કરશું એમ પટોલેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર કોંગ્રેસે પત્રકાર પરિષદમાં મોદી સરકાર અને સેલિબ્રિટિઓ પર નિશાન સાધ્યું હતું. યુપીએ સરકાર લોકશાહી માર્ગે ચાલતી સરકાર હતી. એ સમયે પેટ્રોલ રૂ. 70 થયું ત્યારે અભિનેતા અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર અને અન્ય સેલિબ્રિટિઓએ ઈંધણના દરવધારાના વિરોધમાં ટ્વિટ કરીને ટીકા કરી હતી. એ બધા હવે ચૂપ કેમ છે? મોદી સરકારની સરમુખત્યારશાહી વિરુદ્ધ બોલવાની તેમની હિંમત થતી નથી કે? એવો સવાલ પટોલેએ કર્યો હતો.

તમારી મનમાની નહીં ચાલે: ભાતખળકર
નાના પટોલે અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં કટોકટી લાગુ કરવાના છે કે? સત્તા તમારી છે છતાં તમારી મનમાની નહીં ચાલે. દેશ બંધારણ પ્રમાણે અને કાયદા અનુસાર ચાલે છે, તમારી મરજી પર નહીં. રાજ્ય કાયદાનું છે, પપ્પા કે પપ્પુનું નહીં એમ ભાજપ નેતા અતુલ ભાતખળકરે પટોલેની ટીકા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો