સંજય રાઉતે ઉત્તર આપ્યો:પુણે આવીને અમને જ્ઞાન નહીં આપોઃ સંજય રાઉતે અમીત શાહને સંભળાવ્યું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમે તમારી મર્યાદામાં રહો, અમે અમારી મર્યાદામાં રહીશું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણેમાં આવીને રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર પર નિશાન સાધ્યું હતું. હિંમત હોય તો મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે અને આગામી ચૂંટણીમાં ત્રણેય પક્ષો એકત્ર મળીને ભાજપ સામે લડીને બતાવે, એવો પડકાર શાહે આપ્યો હતો. ઉપરાંત હિંદુત્વના મુદ્દા પરથી શિવસેવાની ટીકા કરી હતી. હવે તેની પર સોમવારે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે ઉત્તર આપ્યો છે. પુણેમાં આવીને અમે શીખવશો નહીં, એમ સંભળાવી દીધું છે.

અમિત શાહે રવિવારે પુણેમાં કાર્યક્રમમાં શિવસેનાને આડે હાથ લીધી હતી. આ સામે રાઉતે સોમવારે જણાવ્યું, પુણેમાં આવીને અમને બોધ નહીં આપો, મહારાષ્ટ્રની ભૂમિ છત્રપતિ શિવરાયની પુણ્યભૂમિ છે. અહીં ખોટું બોલવાનું પાપ નહીં કરો. શાહે જે પણ વક્તવ્ય કર્યું તે ખોટું છે. તેઓ સાચંह શું બોલ્યા તે અમે શોધી રહ્યા છીએ. અમારી સરકાર વિશે અને હિંદુત્વ વિશે પ્રશ્ન ઉપસ્થિત કરીને જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં શિવસેના વિના ભાજપને 105 બેઠક જીતવાનું અશક્ય છે. ઈંધણના દર રૂ. 10 વધારવાના અને રૂ. 4 ઓછા કરવાના એ સરકારને શોભતું નથી. ઈડી, સીબીઆઈ ભાજપના કવચ છે. જોકે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી, એવો ટોણે પણ તેમણે માર્યો હતો.

દેશમાં કામ નહીં હોય તો અમને કહો
સત્તાની વહેંચણીનો અર્થ શું થાય છે તે અમને તમારા જેવા લોકોએ કહેવાની જરૂર નથી. સત્તાની વહેંચણીના સમયે મુખ્ય મંત્રીપદ પણ હતું. છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા પુણેમાં તમે ખોટું નહીં બોલો, દેશમાં કામ નહીં હોય તો અમને કહો. કર્ણાટકમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થઈ રહ્યું છે. તમારા રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થાનો પ્રશ્ન નિર્માણ થયો છે. પુણેમાં આવીને અમને જ્ઞાન નહીં આપો. અમે તમારો આદર કરીએ છીએ તેથી તમે તમારી મર્યાદામાં રહો અને અમે અમારી મર્યાદામાં રહીશું, એમ રાઉતે જણાવ્યું હતું.

શાહ શું બોલ્યા હતા
શાહે જણાવ્યું હતું કે પુણે લોકમાન્ય તિલકની નગરી છે. તિલકે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ રહીશ એવી ગર્જના કરી હતી. જોકે શિવસેના સત્તા મારો અધિકાર છે અને કોઈ પણ રીતે મેળવીને રહીશ એવું કહે છે. જોકે હિંમત હોય તો મુખ્ય મંત્રીએ રાજીનામું આપે અને મેદાનમાં આવે. અમે તમારી સાથે બે હાથ કરવા તૈયાર છીએ, એમ કહીને તેમણે પડકાર ફેંક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...