તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાજકીય યુદ્ધના ક્ષેત્રમાં પરિવારને લાવશો નહીં, સંજય રાઉતની ધમકી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હું ભાજપની ફાઈલ બહાર કાઢીશ તો નીરવ અને માલ્યાની જેમ ભાગવું પડશે, રાઉત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પીએમસી બેંક કૌભાંડ મામલામાં શિવસેનાના સાંસદ સંજય રાઉતના પત્નીને સમન્સ પાઠવ્યાના એક દિવસ પછી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અમે ઈડી ડરતા નથી અને રાજકીય વિરોધીઓના પરિવારોને નિશાન બનાવવું નહીં જોઈએ. અમે ઇડી અથવા કોઈ પણ અન્ય કેન્દ્રીય એજન્સીઓથી ડરતા નથી અને તેમને કોઈ મહત્ત્વ આપતા નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું. નોટિસ મળ્યા પછી સોમવારે સંજય રાઉતે કહ્યું હતું કે, અમે બધાએ સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના ઉપદેશોનું પાલન કર્યું છે. બાળકો, મહિલાઓ અને કુટુંબીઓને રાજકીય યુદ્ધના મેદાનમાં નહીં લાવવા જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

મારી પાસે ભાજપના 121 નેતાઓનાં નામની ફાઈલ છે, જે ટૂંક સમયમાં ઈડીને સોંપીશ. હું શિવ સૈનિક છું, મારી પાસે ભાજપની ફાઇલ છે. જો તે બહાર કાઢવામાં આવે તો તમારે નીરવ મોદી અને વિજય માલ્યાની જેમ દેશમાંથી ભાગવું પડશે. મારી પાસે 121 નેતાઓનાં નામ છે, તે ટૂંક સમયમાં ઇડીને આપીશ. એમાં એવાં ઘણાં નામ છે કે, ઇડીએ 5 વર્ષ સુધી કામ કરવું પડશે. ત્યારે ઇડીને ખબર પડશે કે કોણે ગડબડ કરી છે, એમ રાઉતે જણાવ્યું હતું.અમે મધ્યમવર્ગીય લોકો છીએ. મારી પત્ની એક શિક્ષિકા છે અને દસ વર્ષ પહેલાં તેણે લોન લીધી હતી જેને અમે કોઈથી છુપાવ્યું નથી, પરંતુ ભાજપને તેમાં કેમ મુશ્કેલી પડી રહી છે, મારા પરિવારે કશું પણ ખોટું કર્યું નથી.

સાંસદ હોવાને કારણે કાયદા અને નિયમોથી હું વાકેફ છું. ઇડીનો એક સંસ્થા તરીકે આદર કરે છે. જોકે હાલમાં તે કેન્દ્ર સરકારનો પોપટ બની ગયો છે, એમ રાઉતે કહ્યું હતું.મારી પત્ની વર્ષા ઇડી ઓફિસની મુલાકાત લેશે કે નહીં તે અંગેનો નિર્ણય લેતાં પહેલાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપી સુપ્રીમો શરદ પવાર સહિત પાર્ટીના નેતાઓની સલાહ લઈશ. હું કોઈથી ડરતો નથી અને લડવા માટે તૈયાર છું. ભાજપના કેટલાક નેતા છેલ્લા કેટલાક મહિનાઓથી ઇડી હેડ ક્વાર્ટરની મુલાકાત લઈ રહ્યા હતા અને નિયમો અનુસાર આદર્શ રીતે મંજૂરી નહીં આપવી જોઇએ તેવાં કાગળિયાં બહાર કાઢતા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્ષા રાઉતને ઇડી દ્વારા પીએમસી બેંક છેતરપિંડી કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે અને 29 ડિસેમ્બરે પૂછપરછ માટે એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું છે. આ કેસમાં પ્રવીણ રાઉત નામના અન્ય આરોપીની પત્ની સાથે વર્ષા રાઉતનું 50 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું, જે શંકાસ્પદ છે. વર્ષા રાઉતને તે જ ટ્રાન્ઝેક્શનના સંબંધમાં સમન્સ આપવામાં આવ્યું છે, જેને એમ કહેવામાં આવે છે કે તેણે પ્રોપર્ટીની ખરીદી માટે ઉધાર લીધેલી લોન છે.ઇડીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષાને પીએમસી બેંક કૌભાંડ કેસમાં આ ત્રીજું સમન્સ આપવામાં આવ્યું છે. 11 ડિસેમ્બરના પ્રથમ સમન્સ પાઠવીને બોલાવવામાં આવી હતી. પરંતુ બે વખતથી તે એજન્સી સમક્ષ હાજર રહી નહોતી.

આ કેન્દ્રની રાજકીય ચાલ
સંજય રાઉતે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર એટલી નિમ્ન કક્ષાની થઈ ગઈ છે કે, રાજકીય વિરોધીઓના બાળકો, મહિલાઓ અને પરિવારોને નિશાન બનાવી રહી છે. ઇડીની નોટિસ એક રાજકીય ચાલ છે અને કેન્દ્ર સરકાર ઇડીનો ઉપયોગ રાજ્ય સરકારને અસ્થિર બનાવવાના ઇરાદે તેમ જ વિપક્ષી નેતાઓ સાથે રાજકીય વેર વાળવા માટે કરી રહી છે.

આઘાડી સરકારના નિર્માણમાં નિર્ણાયક એવા ઘણા જાણીતાં નામોને ઇડી દ્વારા છેલ્લા એક વર્ષમાં નોટિસ ફટકારવામાં આવી છે. રાઉતે દાવો કર્યો હતો કે ભાજપે નવેમ્બરમાં સરકાર પાડવાની યોજનાઓ તૈયાર કરી હતી, પરંતુ તેમાં સફળતા મળી નથી. મારી પાસે ભાજપના 121 નેતાઓની ફાઈલ છે, જે હું ટૂંક સમયમાં ઈડીને સોંપવાનો છું. ફાઈલ એટલી બધી છે કે ઈડીને રોજ કલાકો સુધી તેની પર કામ કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો