જનતાને રાહત:ડોંબીવલી એમઆઈડીસીના 156 કારખાના બીજા સ્થળે ખસેડાશે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદૂષણથી થતી હેરાનગતિ અને રોગચાળાથી ત્રસ્ત જનતાને રાહત

કારખાનામાંથી નીકળતા ઘાતક ધુમાડાને લીધે લીલો કે ગુલાબી વરસાદ, ગંદા પાણીના કારણે સખત દુર્ગંધથી થતા શ્વાસના રોગ વગેરેને કારણે વિવાદસ્પદ બનેલા ડોંબીવલીના 156 રાસાયણિક કારખાનાઓનું સ્થળાંતર કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ મંડળે લીધો છે. આ કારખાનાઓને રાયગડના પાતાળગંગા ખાતે વૈકલ્પિક જગ્યા આપવાની ઘોષણા ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈએ કરી હતી. ડોંબીવલી એમઆઈડીસીમાં રાસાયણિક કારખાનાઓ પ્રદૂષણને કારણે અનેક વર્ષોથી વિવાદમાં છે.

વિવિધ અકસ્માત, રંગીન ધુમાડાને કારણે પડતો લીલો કે ગુલાબી વરસાદ જેવી અનેક ઘટના બની હોવાથી થોડા સમય પહેલાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ડોંબીવલી એમઆઈડીસીની મુલાકાત લીધી હતી. રાસાયણિક કારખાનાઓનું સર્વેક્ષણ કરીને અહેવાલ આપવાનો આદેશ તેમણે આપ્યો હતો. ઔદ્યોગિક સુરક્ષા તથા આરોગ્ય સંચાલનાલય અને ઉદ્યોગ વિભાગે કરેલા નિરીક્ષણ અનુસાર 156 કારખાનાઓ રાસાયણિક, જોખમકારક, અતિજોખમકારક હોવાનું જણાયું હતું. ત્યાં વારંવાર થતા અકસ્માત તેમ જ પ્રદૂષણનો મુદ્દો સપાટી પર આવ્યા બાદ ત્યાંના કારખાના બીજા ઠેકાણે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો.

એ અનુસાર કારખાનાઓને પાતાળગંગા એમઆઈડીસીમાં ખસેડવામાં આવશે. રાસાયણિક કારખાનાઓમાં થઈ શકતા સંભવિત અકસ્માત ટાળવાની દષ્ટિએ નિવાસી ભાગથી 50 મીટર અંતરે આવેલા જોખમકારક કારખાનાઓનું સ્થળાંતર કરવામાં આવશે. પાતાળગંગા એમઆઈડીસીમાં બજારભાવથી ભૂખંડ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. કારખાનાઓનું સ્થળાંતર થઈ રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...