તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ગણેશ વિસર્જનથી તળાવ કે સમુદ્રને અસર થાય છે? હાઈ કોર્ટ તપાસ કરશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદૂષણ નિયંત્રણ મંડળનાં માર્ગદર્શન ધોરણોની પણ તપાસ

પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર મનાઈ આદેશ પછી હવે ગણેશમૂર્તિઓ અથવા અન્ય મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે તેના રંગકામને લીધે તળાવ અને સમુદ્રમાં થતી અસર બાબતે હવે ખુદ મુંબઈ હાઈ કોર્ટ તપાસ કરશે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ મંડળે આ સંબંધે જારી કરેલાં માર્ગદર્શક ધોરણોની પણ તપાસ કરશે. હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે હાલમાં જ પીઓપી મૂર્તિઓનો ઉપયોગ ઉત્સવ કાળમાં નકારતો આદેશ આપ્યો હતો. જોકે વસ્તુ તરીકે તેનો ઉપયોગ કરવા પરવાનગી આપી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ મંડળે જારી કરેલાં માર્ગદર્શનધોરણોને નાગપુરમાં પીઓપી મૂર્તિકારોએ અરજી દ્વારા પડકાર્યાં હતાં.

આ ધોરણો અનુસાર પીઓપીને મનાઈ કરવામાં આવી છે. જસ્ટિસ સુનીલ શુક્રે અને જસ્ટિસ અનિલ કિલોરે અરજી નામંજૂર કરી હતી. આ જ રીતે હવે ખંડપીઠે આપમેળે જનહિત અરજી દાખલ કરી છે. આને આધારે રાજ્યમાં મૂર્તિ વિસર્જન બાબતે ખંડપીઠ કયાસ મેળવશે.મૂર્તિઓ ઈકોફ્રેન્ડ્લી અને સહજ રીતે વિસર્જિત થાય છે તેનો રંગ અને સજાવટની સામગ્રીને લીધે તળાવ, સમુદ્રમાં વિસર્જનથીશું અસર થાય છે, મૂર્તિ તૈયાર કરતી વખતે ઉપયોગ કરાતો રંગ કઈ રીતે અસર કરે છે, અન્ય સજાવટની સામગ્રીઓ વગેરેનો કયાસ અરજી દ્વારા કરવામાં આવશે. આ જ રીતે પીઓપીની વસ્તુઓ બાબતે પણ કોર્ટ માર્ગદર્શક ધોરણો નક્કી કરવાની શક્યતા છે.

મૂર્તિકારોએ ઉપસ્થિત કરેલો મુદ્દો મહત્ત્વનો છે એવો મત ખંડપીઠે વ્યક્ત કર્યો છે.કેન્દ્ર અને રાજ્યની શેની પર બંધી : કેન્દ્ર અને રાજ્ય સરકારે ગયા વર્ષ પ્લાસ્ટર ઓફ પેરિસની વસ્તુઓ, ઘાતક ઓઈલ પેઈન્ટ રંગ, શેડિંગ માટે વપરાતા સિંથેટિક રંગ વગેરે પર બંધન લાદ્યાં છે. આ ધોરણો સાગમટે નહીં હોવા છતાં પીઓપી મૂર્તિઓ પર મનાઈ ચાલુ જ છે એવું નિરીક્ષણ કોર્ટે કર્યું હતું.

આ જ રીતે જે મૂર્તિ નૈસર્ગિક અને કૃત્રિમ જળાશયમાં સહજ વિસર્જિત થાય છે તે જળાશયોના પાણીનો ઉપયોગ નાગરિકો અને પ્રાણીઓ દ્વારા થાય છે. આથી મૂર્તિકામ કરતી વખતે વપરાતા ઘાતક ઓઈલ પેઈન્ટ રંગને લીધે વિપરીત અસર નહીં થવી જોઈએ એવું ખંડપીઠે જણાવ્યું છે.

પીઓપીથી જળસંપદાને અસર
પીઓપીથી માછલીઓ અને અન્ય જળસંપદાને અસર થાયછે અને પર્યાવરણને હાનિ પહોંચે છે. આથી ગયા વર્ષે નિર્ધારિત કરેલાં ધોરણોનું પાલન થવું જોઈએ, એમ કોર્ટે જણાવ્યું છે. કેન્દ્ર અને રાજ્યસરકારે આ નિર્દેશોની અમલબજાવણી કરવી અને નાગરિકોએ ઈકોફ્રેન્ડ્લી મૂર્તિ સર્વ તહેવારોમાં વાપરવી જોઈએ એવું સૂચન કર્યું છે. આપમેળે જનહિત અરજી યોગ્ય રીતે તૈયાર કરવાના નિર્દેશ કોર્ટે રજિસ્ટ્રાર કાર્યાલયને આપ્યા હોઈ એડવોકેટ શ્રીરંગ ભાંડારકરને કોર્ટે માર્ગદર્શક તરીકે નીમ્યા છે. મંગળવારે તેની પર વધુ સુનાવણી થશે.

અન્ય સમાચારો પણ છે...