કાર્યવાહી:માનહાનિના દાવામાં બંને પક્ષના દસ્તાવેજો રેકોર્ડ પર લઈ લેવાયા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મલિક અને NCBની જોરદાર દલીલો બાદ કોર્ટ સોમવારે ચુકાદો આપશે

મુંબઈ હાઈ કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવામાં રજૂ કરાયેલા વધારાના દસ્તાવેજો રેકોર્ડ પર લીધા હતા. જસ્ટિસ માધવ જામદારે જણાવ્યું હતું કે તેઓ 22 નવેમ્બરે વાનખેડેની વચગાળાની રાહત માટેની અરજીમાં મલિકને રૂ. 1.25 કરોડના માનહાનિના દાવાના નિકાલ સુધી વાનખેડે વિરુદ્ધ વધુ બદનક્ષીભર્યા નિવેદનો પોસ્ટ કરવાથી રોકવા માટે આદેશ પસાર કરશે.

જસ્ટિસ જામદારે હળવાશમાં કહ્યું, બંને પક્ષકારો હવે આગળ કંઈ પણ રજૂ નથી કરવા માગતા, મલિકે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડેએ મુસ્લિમ જન્મ્યા હોવા છતાં મહાર અનુસૂચિત જાતિમાંથી હોવાનો દાવો કરીને કેન્દ્ર સરકારની નોકરી મેળવી હતી.

મલિકે હોદ્દાનો દુરુપયોગ કર્યો?
તેમણે ધ્યાન દોર્યું કે કેવી રીતે મલિકે 13મીએ મહાપાલિકાને પત્ર લખ્યો અને બીજા જ દિવસે મહાપાલિકાએ જવાબ આપ્યો. શુક્રવારે, કોર્ટે અવલોકન કર્યું હતું કે રાજ્યના મંત્રી પાસેથી પૂરતી ચકાસણી જરૂરી છે અને મલિક દ્વારા અપલોડ કરાયેલા સમીર વાનખેડેના જન્મ પ્રમાણપત્રમાં પ્રથમ દ્રષ્ટિએ આંતરપ્રક્રિયાઓ છે. પરંતુ ધારાસભ્ય હોય તેવી વ્યક્તિ પાસેથી ચકાસણી ઉત્તમ રીતે થવી જોઈએ. તમારા પોતાના સોગંદનામા મુજબ તમે વિધાનસભ્ય અને રાજકીય પક્ષના પ્રવક્તા છો. તમારે વધુ સાવચેત રહેવું જોઈએ, કોર્ટે મલિકને કહ્યું. વાનખેડેના એડવોકેટ અરશદ શેખે જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ, સમીર વાનખેડેનું શાળા છોડવાનું પ્રમાણપત્ર વગેરે સહિત 28 દસ્તાવેજો રેકોર્ડમાં મૂક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...