હુકમ:રાતદિવસ કામ કરતા ડોક્ટરો સાથે દુર્વ્યવહાર નહીં ચાલેઃ કોર્ટ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગાસંબંધીઓની ફરિયાદ પર તત્કાળ ફોજદારી કાર્યવાહી યોગ્ય નથી

કોરોનાના સંકટમાં ડોકટરો રાતદિવસ કામ કરી રહ્યા છે. પીપીઈ કિટ પહેરીને સેવા આપી રહ્યા છે. કેટલાય જણને કામનો તાણ છે. આમ છતાં દર્દીઓના સગાસંબંધીઓ તરફથી પોલીસમાં ફરિયાદ દાખલ કર્યા પછી ડોકટરોએ સ્પષ્ટીકરણ આપવું પડે છે. આવો વ્યવહાર એમની સાથે ન થવો જોઈએ એવું નિરીક્ષણ મુંબઈ હાઈ કોર્ટે નોંધ્યું હતું. કોરોના બાબતે જનહિત અરજી તેમ જ કોરોનાના સમયમાં ડોકટરો પર થતા હુમલા માટે ડો. રાજીવ જોશીએ એડવોકેટ નિતીન દેશપાંડે મારફત કરેલી જનહિત અરજી પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીધેલી સુનાવણીમાં મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે આ નિરીક્ષણ નોંધ્યું હતું.

સરકારની ઉપાયયોજનાઓ શું છે?
દવાનો પુરવઠો કરવા બાબતે સરકાર પાછી પડે તો એના માટે ડોકટરોને જવાબદાર ઠેરવી શકાય નહીં એવું ડોકટરના જણાવવા પર કોર્ટે સહમતી દર્શાવી હતી. આખરે ડોકટરોને આવી સ્થિતિમાંથી બચાવવા સંદર્ભે સરકારની કઈ ઉપાયયોજનાઓ છે એમ પૂછતા એના માટે માહિતી માગી હતી.

અન્ય સમાચારો પણ છે...