સન્માન:સામાજિક કાર્ય માટે હેમરાજ શાહને ડૉક્ટરેટ

મુંબઇ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બૃહન્મુંબઈ ગુજરાતી સમાજ, મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળના અધ્યક્ષ હેમરાજ શાહને કૅનેડાના વિશ્વ સ્તરે બહુપ્રતિષ્ઠિત તરીકે ઓળખવામાં આવતા બ્રૉમ્પ્ટોન ઈન્ટરનેશનલ યુનિવર્સિટી તરફથી માનવતા અને સામાજિક કાર્ય આ ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામગીરી કરવા માટે ‘ડૉક્ટરેટ’ પદવી ઈન્દોર ખાતે મેરિયટ ફાઈવસ્ટાર હોટેલમાં વિશેષ આલીશાન સમારોહમાં એનાયત કરવામાં આવી.

ડૉ. રાજીબ પાલના શુભ હસ્તે આ પ્રતિષ્ઠિત ડૉક્ટરેટનો અનેક મહાનુભાવોની હાજરીમાં શાહે સ્વીકાર કર્યો. ૨૩ ઑક્ટોબર, ૨૦૨૧ના દિવસે ગોવામાં ‘ગ્લોબલ સ્કૉલર ફાઉન્ડેશન’ તરફથી એક વિશેષ સમારોહમાં શાહને ભારતીય સમાજરત્ન એવૉર્ડ’, ‘ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ’ એનાયત કરવામાં આવવાનો છે.

ઑક્ટોબરમાં નવી દિલ્હીમાં મૅજીક બુક ઑફ રેકૉર્ડ તરફથી શાહને ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ’ એનાયત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...