સારવાર:ફ્લાઇટમાં બેભાન યાત્રીનો જીવ ડોક્ટર મંત્રીએ બચાવ્યો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ પ્રોટોકોલ બાજુમાં મૂકી જીવ બચાવ્યો

મુંબઈ આવતી ફ્લાઈટમાં એક પ્રવાસીને પ્રાથમિક સારવાર આપી કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડે જીવ બચાવ્યો હતો. સોમવારની રાતે ફ્લાઈટ દિલ્હીથી ઉડાણ કર્યા પછી પ્રવાસીને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગયો હતો. વ્યવસાયે સર્જન ડૉ. કરાડે આ તબીબી કટોકટીને ધ્યાનમાં લેતાં પ્રોટોકોલ બાજુમાં મૂકીને દર્દીને વહારે આવ્યા હતા.

તેમણે ફ્લાઈટની ઈમર્જન્સી કિટમાંથી ઈન્જેક્શન માર્યું અને ગ્લુકોઝ પણ ચઢાવ્યો.કરાડે જણાવ્યું હતું કે દર્દી પરસેવાથી રેબઝેબ હતો અને તેનું બીપી લો થઈ ગયું હતું. તેમણે પ્રવાસીનાં શર્ટના બટન કાઢ્યા અને છાતીમાં માલિશ કરી. લગભગ 30 મિનિટ પછી પ્રવાસીની હાલત સુધરી હતી. તેમણે દર્દીને દરેક મિનિટે પગ ઉપર ઉઠાવવા અને પોતાની સ્થિતિ બદલવાની સલાહ આપી. જાણકારી મુજબ દર્દી 40 વર્ષનો હતો, જેને ફ્લાઈટ લેન્ડ થયા બાદ તાત્કાલિક ઈલાજ માટે હોસ્પિટલ લઈ જવાયો.

સોશિયલ મિડિયા પર થઈ પ્રશંસા
સોશિયલ મિડિયામાં પણ ડૉ. કરાડના કામની જોરદાર પ્રશંસા થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીની મદદની પ્રશંસા કરતા ઈન્ડિગો એરલાઇન્સે ટ્વીટ કરી લખ્યું કે પોતાનાં કર્તવ્યો પર અટક્યા વગર કામ કરવાને લઈને અમે મંત્રીજીની પ્રશંસા કરીએ છીએ. એક સાથી યાત્રીની મદદ કરવા માટે ડૉ. ભાગવત કરાડનો સહયોગ પ્રેરણાદાયક છે.

અન્ય સમાચારો પણ છે...