કાર્યવાહી:ચારકોપમાં ડોક્ટરને હનીટ્રેપમાં સપડાવ્યોઃ પાંચની ધરપકડ

મુંબઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાંદિવલી પશ્ચિમમાં ચારકોપ ખાતે 53 વર્ષીય ડોક્ટરને હનીટ્રેપમાં સપડાવીને બ્લેકમેઈલ કરવા સંબંધે પોલીસે બે મહિલા સહિત પાંચ જણની ધરપકડ કરી છે.

ચારકોપના સેક્ટર 3માં દવાખાનું ધરાવતા ડો. સુધીર શેટ્ટીની ફરિયાદ પરથી ચારકોપ પોલીસે તેમની સતામણી, મારપીટ અને રૂ. 2 લાખની ખંડણી વસૂલ કરવા અંગે ફરિયાદ નોંધી છે.

8 નવેમ્બરે એક આરોપી મહિલા ડોક્ટર પાસે ગઈ હતી. ડોક્ટર તપાસ કરતો હતો ત્યારે મહિલાએ વિડિયો ઉતારી લીધો હતો. આ પછી વિનયભંગ કર્યો છે એવું કહીને વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. જો ભીનું સંકેલવું હોય તો રૂ. 2.50 લાખ આપો એવી માગણી કરી હતી.

આ પછી 19 નવેમ્બરે અમિત માને, દીપક માને, મનોજ નાયડુ અને અન્ય એક મહિલા દવાખાનામાં ઘૂસી આવ્યા હતા અને ડોક્ટરની સતામણી કરી હતી. ડોક્ટરની મારપીટ કરી હતી અને રૂ. 2 લાખ પડાવીને ભાગી ગયાં હતાં. ડોક્ટરે પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાંચેય આરોપીઓની ધાકધમકી આપવી, ખંડણી વસૂલી અને ઈજા પહોંચાડવા સંબંધી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...