તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ચકચારી કાંદિવલી બોગસ રસીકરણ કૌભાંડમાં સૂત્રધાર ડોક્ટરની ધરપકડ, SIT દ્વારા કૌભાંડની તપાસ હવે ચાલુ છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મુંબઇના કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી રસીકરણના કેસમાં સૂત્રધાર મનાતા ડોકટરની મંગળવારે પોલીસે ધરપકડ કરી હતી. સોમવારે સેશન્સ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી, જે પછી મંગળવારે પોલીસને શરણે આવતાં ધરપકડ કરવામાં આવી હતી.મુંબઇ પોલીસના ઝોન-11ના ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે, ડો. ત્રિપાઠીની આ ગુનામાં સંડોવણીની પુષ્ટિ થયા પછી તેની ઘરપકડ કરાઈ છે. જોકે તેમણે આ મામલે વિગતો આપી નહોતી. કાંદિવલીના એક રહેણાક સંકુલમાં ગયા મહિને થયેલી બનાવટી રસીકરણની ઘટનાના 6 આરોપીઓમાં ત્રિપાઠી એક છે.

પોલીસે આ કેસમાં છ જણની ધરપકડ કરી લીધી છે. અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે બપોરે ડો. ત્રિપાઠી કાંદિવલી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ કર્યું હતું.ત્રિપાઠીએ 22 જૂનના રોજ દિંડોશીની સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી આગોતરા જામીન અરજીમાં કહ્યું હતું કે, આ કેસમાં મુખ્ય સૂત્રધાર કાંદિવલીના ચારકોપની શિવમ હોસ્પિટલ છે.

હાઈ કોર્ટે પણ નોંધ લીધી
દરમિયાન હાઈ કોર્ટ પણ બોગસ રસીકરણ મામલાની સુનાવણી કરી રહી છે, જેમાં મંગળવારે મહાપાલિકાને જણાવ્યું કે આરોપીઓએ 2000થી વધુ લોકોને બોગસ રસી આપી હતી કે કેમ અને જો બોગસ રસી આપી હોય તો તેમની અંદર એન્ટી-બોડીઝ કઈ રીતે વિકસશે. મહાપાલિકાના વકીલે આ અંગે ગુરુવારે કોર્ટને વિગતો આપશે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...