ઉકેલ લવાશે:દૂરસંચારની વિવિધ મુશ્કેલીઓ ઉકેલવા જિલ્લા સ્તરીય સમિતિ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ટાવરો ઊભા કરવા સહિતના મુદ્દાઓનો જિલ્લા સ્તરે ઉકેલ લવાશે

રાજ્યમાં દૂરસંચારના ટાવરો અને મૂળભૂત સુવિધા ઊભી કરનારી સંસ્થાઓને આ સુવિધા ઊભી કરવા માટે વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ધ્યાનમાં લેતાં સમસ્યાઓ ઉકેલવા માટે જિલ્લાધિકારીની અધ્યક્ષતામાં દરેક જિલ્લા માટે જિલ્લા સ્તરીય દૂરસંચાર સમિતિની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના રાજ્ય મંત્રી સતેજ ઉર્ફે બંટી ડી. પાટીલે જણાવ્યું હતું.

આ જિલ્લા સ્તરીય સમિતિમાં ઉપ વન સંરક્ષક, એસપી, કાર્યકારી એન્જિનિયર, જાહેર બાંધકામ વિભાગ, કમિશનર, મુખ્યાધિકારી, સીઈઓ, દૂરસંચાર મૂળભૂત સુવિધા ઊભી કરનારી દરેક સંસ્થાના વિભાગ પ્રમુખ, દૂરસંચાર વિભાગના પ્રતિનિધિ, મહાવિતરણના સભ્ય, નિવાસી ઉપ જિલ્લાધિકારી સમિતિના સંયોજક હશે.નવા, વર્તમાન ટાવર્સ ઊભા કરવા માટે પ્રલંબિત પરવાનગી અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ માર્ગના હક બાબતે પ્રલંબિત પરવાનગી, આ વિશેના કર આકારણીના પ્રશ્ન અને જિલ્લાના દૂરસંચાર મૂળભૂત સુવિધા સાથે સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કરવું, દરેક ત્રણ મહિને કમસેકમ એક બેઠક લેવી એવી જિલ્લા સ્તરીય દૂરસંચાર સમિતિની કાર્યકક્ષા હશે.

જિલ્લા સ્તરીય દૂરસંચાર સમિતિની ભલામણોનું પાલન સંબંધિત મહાપાલિકા, ગ્રામ પંચાયત, સ્થાનિક પ્રશાસન અને સરકારી કાર્યાલયો કરશે. ઈન્ટરનેટ અને ટેલિફોનનું આ દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. રાજ્યમાં પણ વિવિધ સ્તરે દૂરસંચારના અનેક પ્રોજેક્ટ ચાલુ છે. તેમાંથી મહાનેટ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. તે અંતર્ગત રાજ્યમાં આશરે સાડાબાર હજાર ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેકશન સાથે જોડવામાં આવશે. આ સાથે દૂરસંચાર પ્રણાલીમાં મોબાઈલ ટાવરની પણ મહત્ત્વની ભૂમિકા છે. આ જિલ્લા સ્તરીય સમિતિઓની સ્થાપનાને લીધે દૂરસંચારના ટાવર અને મૂળભૂત સુવિધા ઊભી કરતી વખતે આવતી મુશ્કેલીઓ જિલ્લા સ્તરે જ ઉકેલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...