ઈમારતના રિડેવલપમેન્ટના પ્રકરણમાં મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સોસાયટીના લઘુમતી મેમ્બરો સોસાયટીના બહુમતી મેમ્બરોની ઈચ્છા વિરુદ્ધ વર્તી નહીં શકે. તેઓ ઈમારતના રિડેવલપમેન્ટમાં અવરોધ પેદા નહીં કરી શકે, એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો મુંબઈ હાઈ કોર્ટે આપ્યો છે. ઘાટકોપર પૂર્વની 50 વર્ષ જૂની જર્જરિત થયેલી ઈમારતના રિડેવલપમેન્ટનો મુદ્દો હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. તે સંબંધી અરજી પર હાઈ કોર્ટે આ મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.
આ ઈમારતના ત્રણ મેમ્બર તેમનાં ઘર છોડવા તૈયાર નથી. આથી ઈમારતનું રિડેવલપમેન્ટ શરૂ કરી શકાતું નથી એવી રજૂઆત કરીને બિલ્ડરે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની કોર્ટે દખલ લીધી છે.50 વર્ષ જૂની ઈમારત જર્જરિત હોવાથી તેનું રિડેવલપમેન્ટ કરવાની યોજના છે. આ ઈમારતના ત્રણ મેમ્બરો તેમનાં ઘર છોડવા તૈયાર નથી. આથી ઈમારતનું રિડેવલપમેન્ટ શરૂ કરી શકાતું નથી એવી રજૂઆત કરીને બિલ્ડરે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ નોંધ કરી કે મેમ્બર સોસાયટીમાં પ્રવેશ કરે એટલે તેનો વ્યક્તગત મેમ્બર તરીકે હક રહેતો નથી. તે રિડેવલપમેન્ટ રોકી નહીં શકે. સોસાયટીના બહુમતી મેમ્બરોએ તેમની જગ્યા ખાલી કરી છે. આવી પરિસ્થિતિમાં લઘુમતી મેમ્બરો સામાન્ય હક ઉપરાંત અન્ય હક પ્રાપ્ત થાય ત્યાં સુધી બહુમતી મેમ્બરોને ત્રાસ નહીં આપી શકે, એવું નિરીક્ષણ કોર્ટે કર્યું હતું.
આખો મામલો કાંઈક આવો છે: ઘાટકોપર પૂર્વની પંતનગર પર્લ સીએચએસ લિ. સોસાયટીના ત્રણ મેમ્બરો વિરુદ્ધ ચોઈસ ડેવલપર્સે અરજી કરી હતી. સોસાયટીના 30 મેમ્બરેમાંથી 26એ જગ્યા છોડી દીધી છે. જોકે ત્રણ પ્રતિવાદી મેમ્બર છે. તેમણે અરજદાર બિલ્ડર અને સોસાયટી સાથે 23 માર્ચ, 2021ના રોજ થયેલા ડેવલપમેન્ટ એગ્રીમેન્ટનું પાલન કર્યું નથી.
29 નવેમ્બર, 2020ના રોજ થયેલી સોસાયટીની વાર્ષિક એજીએમમાં બહુમતી મેમ્બરોએ અરજદારની બિલ્ડર તરીકે નિયુક્તિ કરી હતી. સભામાં તેવો ઠરાવ પણ મંજૂર કરયો હતો. આ પછી મહારાષ્ટ્ર હાઉસિંગ ક્ષેત્રના અધિકારી અને સોસાયટીના સબ- રજિસ્ટ્રાર પાસેથી રિડેવલપમેન્ટ માટે મેમ્બરોને ત્રણ દિવસની અંદર જગ્યા ખાલી કરવાની નોટિસ આપી હતી, જેથી જૂની ઈમારત પાડીને નવી ઈમારત બાંધવાનું શક્ય બને. જોકે ત્રણ મેમ્બરોએ ઘરનો કબજો નહીં છોડતાં આ મામલો હાઈ કોર્ટમાં આવ્યો હતો.
પખવાડિયામાં ઘર ખાલી કરવા આદેશ
દરમિયાન વિરોધ કરનારા મેમ્બરોને રિડેવલપમેન્ટમાં વિલંબ માટે જવાબદાર ગણવામાં આવશે એવો ઈશારો કોર્ટે આપ્યો હતો. આ જ રીતે લવાદની કાર્યવાહી પ્રલંબિત હોવા છતાં કોર્ટે ત્રણ મેમ્બરોને જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. પખવાડિયામાં તેમણે ઘર ખાલી કરીને સંબંધિત જગ્યા બિલ્ડર પાસે સપરત કરવા જણાવ્યું છે. આ ત્રણ મેમ્બરો તે પછી અન્ય મેમ્બરોને મળનારા લાભો મેળવી શકશે, એમ પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.
અમુક મેમ્બરોના વિરોધથી ખર્ચ વધ્યો
દરમિયાન અરજદારે વકીલ રાજીવ સિંહ થકી દલીલ કરી હતી. ત્રણ મેમ્બરો ડેવલપમેન્ચમાં વિરોધ પેદા કરી રહ્યા છે. આ અવરોધને લીધે કામ પૂરું થઈ શકતું નથી. આને કારણે પ્રકલ્પનો ખર્ચ પણ વધી રહ્યો છે એવું કોર્ટને જણાવવામાં આવ્યું હતું, જેની કોર્ટે ગંભીર દખલ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.