તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાન:ભાંડુપ વિભાગ ખાતે 28,000 વીજ કનેકશન કપાતાં અસંતોષ

મુંબઈ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

એક બાજુ વધારાનાં વીજ બિલોને લીધે સામાન્ય નાગરિકો પરેશાન છે ત્યાં બીજી બાજુ રાજ્યની વીજ કંપની મહાવિતરણ દ્વારા ગ્રાહકો પાસેથી સખતાઈથી વીજ બિલ વસૂલી શરૂ કરવામાં આવી છે. એકલા ભાંડુપ વિભાગમાં મહાવિતરણ દ્વારા 28,000થી વધુ વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યાં છે, જેને કારણે ગ્રાહકોમાં સંતોષની લાગણી જન્મી છે.જો વહેલી તકે લેણાં વીજ બિલ ભરવામાં નહીં આવે તો વીજ કનેકશન કાપી નાખવામાં આવશે એવી ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છે કે લોકડાઉન દરમિયાન આડધેડ બિલો મોકલવામાં આવ્યાં હતાં.

સરકાર દ્વારા વારંવાર ઘટતું કરવાની ખાતરી છતાં કોઈ પગલાં લેવાયાં નથી. ઊલટું વીજ કનેકશન કાપવા જેવાં સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોનાને કારણે એક વર્ષથી પરેશાન ગ્રાહકોને હવે મહાવિતરણના શોક ભોગવવા પડી રહ્યા છે. ભાંડુપ વિભાગમાં ભાંડુપ, મુલુંડ, થાણે, નવી મુંબઈ, પનવેલ, રાયગઢ જિલ્લો આવે છે. આ વિભાગમાં 5,69,215 ગ્રાહકો પાસેથી મહાવિતરણને રૂ. 449 કરોડ 29 લાખનાં લેણાં નીકળે છે.

મહાવિતરણે શનિવારથી કાર્યવાહી શરૂ કર્યા પછી 33,000 ગ્રાહકોએ રૂ. 31.69 કરોડનાં લેણાં ભરી દીધાં છે. જોકે આર્થિક ભીંસને લીધે બિલ નહીં ભરી શકતાં 28,864 ગ્રાહકોનાં કનેકશન કાપી નાખવામાં આવ્યાં છે. તેમની પાસેથી રૂ. 23.96 કરોડ લેવાના નીકળે છે.

પંઢરપુરમાં મોટા પાયે વીજ કનેકશન કટ
દરમિયાન પંઢરપુરમાં એક આખું ગામ સહિત મોટે પાયે વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યાં હતાં. વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પ્રવીણ દરેકરે આ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે મહાવિતરણના અધિકારીઓને ફોન કરીને હવે પછી એકેય ગ્રાહકનું વીજ જોડાણ કાપવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચેતવણી આપી હતી, જે પછી અધિકારીઓ શાંત પડ્યા હતા. દરમિયાન તેમણે સરકારનું આ વલણ હુકમશાહી જેવું હોવાનું ગણાવ્યું હતું. રાજ્યભરમાં મહાવિતરણ દ્વારા આકરાં પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આમાં ગરીબ જનતાની હાલત કફોડી બની રહી છે. કમસેકમ તેમનો વિચાર સરકારે કરવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

એક વર્ષમાં એેકેય બિલ ભર્યું નથી
દરમિયાન એક વર્ષમાં એકેય બિલ ભર્યું નથી તેવા 1.63 લાખ ગ્રાહકો પાસેથી મહાવિતરણને રૂ. 175 કરોડથી વધુ આવવાના નીકળે છે. દરમિયાન મનસે કાર્યકરોએ શુક્રવારે મહાવિતરણ કાર્યાલયમાં જઈને વિરોધ નોંધાવ્યો હતો. ગ્રાહકોનાં વીજ કનેકશન કેમ કાપ્યાં એવો પ્રશ્ન પુછાયો ત્યારે અધિકારીઓએ તેમને ઉડાઉ જવાબ આપીને મોકલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો