અસંતોષ:માસિક પાસ અને દૈનિક ટિકિટની ગરબડથી પ્રવાસીઓમાં અસંતોષ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ. રેલવેમાં લાંબા અંતરની ટ્રેનોમાં પાસ ઉપલબ્ધ પણ મ. રેલવેમાં નહીં

એક દિવસ લોકલમાં પ્રવાસ કરવા માટે માસિક પાસ ફરજિયાત અને દરરોજ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ટિકિટ કઢાવવાના નિયમને કારણે ઊભી થતી ગરબડનો ફટકો રેલવે પ્રવાસીઓને પડી રહ્યો છે. મુંબઈ-પુણે, મુંબઈ-નાશિક દરમિયાન દરરોજ અવરજવર કરતા પ્રવાસીઓને માસિક પાસના બદલે દૈનિક ટિકિટ મળતી હોવાથી પ્રવાસીઓમાં સખત અસંતોષ છે. નોન-સબર્બન અર્થાત ઉપનગરીય લોકલ સિવાયની ટ્રેનમાં પ્રવાસ કરવા માટે 15 સપ્ટેમ્બરથી માસિક પાસ આપવામાં આવે છે.

મુંબઈ સેંટ્રલ સહિત અમદાવાદ, ભાવનગર, વડોદરા, રાજકોટ, રતલામ વિભાગમાં દોડતી વિશેષ પેસેંજર, મેમૂ અને ડેમૂ ટ્રેનના પ્રવાસીઓને માસિક પાસ આપવામાં આવે છે એમ પશ્ચિમ રેલવે તરફથી જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. મધ્ય રેલવેમાં કોઈ પણ વિભાગમાં ઉપનગરીય લોકલ સિવાય અન્ય ટ્રેન માટે માસિક પાસ આપવામાં આવતો નથી. પશ્ચિમ રેલવે તરફથી ગુજરાતના રેલવે પ્રવાસીઓને માસિક પાસ આપવામાં આવે છે તો મધ્ય રેલવે તરફથી મહારાષ્ટ્રના રેલવે પ્રવાસીઓને માસિક પાસ આપવામાં શો વાંધો છે એવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.

પંચવટી, સિંહગડ, ડેક્કન, ડેકક્ન ક્વીન, કોયના એક્સપ્રેસથી મુંબઈ-પુણે અને મુંબઈ-નાશિક દરમિયાન મોટા પ્રમાણમાં પ્રવાસીઓ દરરોજ અવરજવર કરે છે. ગોદાવરી, પ્રગતિ એક્સપ્રેસના પ્રવાસીઓ તરફથી પણ માસિક પાસ મોટા પ્રમાણમાં માગ છે. ગુજરાતમાં લાંબા અંતરના પ્રવાસીઓને માસિક પાસ મળે છે તો મહારાષ્ટ્રના પ્રવાસીઓએ દરરોજ ટિકિટ કાઢીને પ્રવાસ કરવો એવી જીદ શા માટે એવો પ્રશ્ન સંગઠનો તરફથી ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારની સૂચના અનુસાર કામ
સરકારી નિષ્ણાતો તરફથી ગણેશોત્સવ પછી કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વારંવાર વ્યક્ત કરવામાં આવે છે. લોકલમાં ગિરદી રોકવા માટે અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને ટિકિટ અને રસીના બે ડોઝ લેનારા પ્રવાસીઓને માસિક પાસ આપવામાં આવે એવી સૂચના રાજ્ય સરકારે આપી છે એમ રેલવે પ્રશાસને જણાવ્યું છે. કોરોનાના સંકટના કારણે રાજ્ય સરકારની સૂચના અનુસાર રેલવે પ્રશાસન કામ કરે છે એમ રેલવે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...