તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ગણેશોત્સવ માટે મંડપની મંજૂરી નહીં મળતાં મૂર્તિકારોમાં અસંતોષ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માંડ ત્રણ મહિના બાકી હોવા છતાં વોર્ડ કાર્યાલયો પરવાનગી નકારી રહ્યા છે

ગણેશોત્સવને ફક્ત 90 દિવસ બાકી રહ્યા છે છતાં મંડપ માટે મહાપાલિકા પરવાનગી આપતી ન હોવાથી મૂર્તિકારોમાં અસંતોષ છે. મહાપાલિકાએ પરવાનગીનો સૂચનાપત્ર જાહેર કર્યો એને એક મહિનો વીતી ગયો છતાં મહાપાલિકાના વોર્ડ કાર્યાલયમાં પરવાનગી નકારવામાં આવી રહી છે. પરિણામે મૂર્તિકારોનું કામ રખડી પડ્યું છે અને તેઓ મહાપાલિકા કાર્યાલયના ધક્કા ખાઈ રહ્યા છે. તેથી અમારી અડચણ ધ્યાનમાં લઈને મહાપાલિકાએ વહેલાસર પરવાનગી આપવી એવી માગણી મૂર્તિકારોએ કરી છે.

ગણેશોત્સવને ત્રણ મહિના બાકી રહ્યા છે અને મૂર્તિકારો માટે આ સમયગાળો ખૂબ ઓછો છે. મંડપ ઊભો કરવો, કાચા માલની વ્યવસ્થા કરવી, વ્યવસાપન, ઓર્ડ નોંધાવવા આવતા ગ્રાહકો માટે નમૂનાની મૂર્તિઓ રાખવી, વગેરે પૂર્વતૈયારીઓ કરવી પડે છે. પણ મહાપાલિકા તરફથી હજી જગ્યાની પરવાનગી જ મળી ન હોવાથી બધા કામ અટકી પડ્યા છે. પરવાનગી, ના હરકત પ્રમાણપત્રને હજી દસ દિવસ લાગશે.

એ પછી મંડપ ઊભો કરીને તૈયાર કરવામાં દસ-બાર દિવસ જશે. પછી માંડ 60-70 દિવસ અમારા હાથમાં રહેશે. આટલા ઓછા સમયમાં મૂર્તિઓ ઘડવી, સૂકવવી, રંગ કરવો ખૂબ મુશ્કેલીભર્યું છે એમ મૂર્તિકારોનું જણાવવું છે. ગણેશોત્સવ માથે છે છતાં પરવાનગી મળતી ન હોવાથી અમે મૂંઝવણમાં છીએ. મહાપાલિકા કાર્યાલયમાં ગયા પછી વરિષ્ઠો તરફથી પરવાનગી આવી નથી, હજી આદેશ નથી જેવા જવાબ મળે છે.

નિર્ણય લેવામાં શા માટે વિલંબ?
મહાપાલિકાના સૂચનાપત્રમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવતા જ પરવાનગી આપવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે. અત્યારે પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા છે અને તમામ ઉદ્યોગ-વ્યવસાયોને ઉતેજન મળી રહ્યું છે. બહાર ગિરદી પણ થઈ રહી છે તો મૂર્તિકારો માટે નિર્ણય લેવામાં શા માટે સમય લેવાઈ રહ્યો છે. ગયા વર્ષે પણ મૂર્તિકારોનું ઘણું નુકસાન થયું છે. એટલે આ વર્ષે સહકારની અપેક્ષા છે એમ શ્રી ગણેશ મૂર્તિકલા સમિતિના અધ્યક્ષ વસંત રાજેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...