તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:દુકાનો ચાલુ રાખવા હપ્તા લેનાર સામે શિસ્તભંગની કાર્યવાહી થશે

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનસેએ રેટ કાર્ડ જાહેર કર્યા પછી સર્વ ડીસીપી, એડિશનલ સીપીને આદેશ

મુંબઈમાં લોકડાઉનના નિયંત્રણો મુજબ સમયમર્યાદા પૂરી થયા પછી પણ નાના વેપારીઓની દુકાનો સરિયામ ચાલુ રાખવામાં આવી રહી હોઈ તે માટે તેમની પાસેથી પૈસા વસૂલી કરવામાં આવી રહી છે, એવો આરોપ મનસેના નેતા સંદીપ દેશપાંડેએ ટ્વીટરના માધ્યમથી કર્યા બાદ તેની ગંભીર નોંધ કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે- પાટીલે લીધી છે.

તેમણે સર્વ ડીસીપી અને એડિશનલ સીપીને તેમના વિભાગોમાં નિયમોની કડકાઈથી અમલબજાવણી કરવા આદેશ આપ્યો છે. જો કોઈ આમાં કસૂર કરતાં મળી આવશે તો કઠોર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું છે. મનસે દ્વારા કરાયેલા આરોપ ગંભીર છે. આને કારણે લોકોમાં પોલીસ દળની છબિ ખરાબ થઈ શકે છે. આવું ટાળવા માટે સંબંધિત દરેક ડીસીપી અને એડિશનલ સીપીએ તેમના વિભાગમાં ધ્યાન રાખવું, એમ આદેશમાં જણાવવામાં આવ્યું છે. દેશપાંડેએ ગત સપ્તાહમાં ટ્વીટર પરથી એક વિડિયો પોસ્ટ કર્યો હતો.

મુંબઈમાં હાલમાં ત્રીજા લેવલના નિયંત્રણ લાગુ હોઈ અત્યાવશ્યક સેવાને બાદ કરતાં અન્ય દુકાનોને સાંજે 4.00 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી છે. જોકે મનસેના કહેવા મુજબ મુંબઈની દુકાનો સાંજે 4.00 પછી પણ સરિયામ ખુલ્લી હોય છે.

અન્ય સમાચારો પણ છે...