તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:બારમાની પરીક્ષા રદ કરવા ડિઝાસ્ટર વિભાગની મંજૂરી

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મંત્રીમંડળની બેઠકમાં એકમત સધાયા પછી તુરંત ફેંસલો લેવાયો

કોવિડ-19ની બીજી લહેર અને સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લેતાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષા રજ કરવાના મંત્રીમંડળના પ્રસ્તાવને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ગુરુવારે મંજૂરી આપવામાં આવી હતી, જેથી બારમા ધોરણના વિદ્યાર્થીઓને ભારે રાહત થઈ છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં ગુરુવારે યોજાયેલી એક તાકીદની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, એવી માહિતી વિભાગના મંત્રી વિજય વડેટ્ટીવારે આપી હતી. કેન્દ્ર દ્વારા સીબીએસઈ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાના નિર્ણય પછી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બુધવારે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના પ્રસ્તાવ પર બેઠકમાં એકમત સધાયો હતો, જે પછી આખરી મંજૂરી માટે આપત્તિ વ્યવસ્થાપન વિભાગને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓ રસી લઈને શાળામાં હાજરી આપી શકે અને પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય પાસે વિદ્યાર્થીઓને આપવા માટે પૂરતી રસી નથી. આથી વિદ્યાર્થીઓને જોખમમાં મૂકી નહીં શકાય. ઉપરાંત પેપર લાવવા- લઈ જવા, શાળામાં તૈયારી, પરીક્ષાના પેપરનું વિતરણ, ઉત્તર પત્રિકાઓ જમા કરવી, તેમનું આકલન વગેરે બાબતો માટે ભરપૂર માનવબળ જરૂરી છે, જે પણ આ સમયે મુશ્કેલ છે.અગાઉની યોજના મુજબ એપ્રિલ અને મેમાં પરીક્ષા યોજાવાનું નિર્ધારિત હતું, પરંતુ કોરોનાની બીજી લહેરે અવરોધ પેદા કર્યો હતો.

બારમાની પરીક્ષા 23મી એપ્રિલે રખાઈ હતી, પરંતુ પછી મોકૂફ રખાઈ હતી. થોડા દિવસ પૂર્વે મહારાષ્ટ્ર સરકારે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પણ રદ કરી હતી. બાળકોને ભેગા કરી શકાયઃ કોર્ટનો પ્રશ્ન : દરમિયાન આ મામલો ગુરુવારે મુંબઈ હાઈ કોર્ટમાં પણ આવ્યો હતો. 10 અને 12 ધોરણની બોર્ડની પરીક્ષાઓ નીતિની બાબત છે.

કોવિડની બીજી લહેરને લીધે દેશભરમાં પરીક્ષાઓ રદ થઈ છે, પરંતુ શું આવી નીતિની બાબતોમાં કોર્ટ મધ્યસ્થી કરી શકે એવો પ્રશ્ન કોર્ટે કર્યો હતો. ઉપરાંત કોરોનાની સ્થિતિને લીધે મેળાવડા ટાળવામાં આવી રહ્યા છે ત્યારે શું બાળકોને પરીક્ષા લેવા માટે એક સ્થળે ભેગા કરી શકાય, જે પછી પરીક્ષા રદ કરવા સામે જાહેર હિત અરજી કરનાર પુણેના શિક્ષક કુલકર્ણીએ અરજી પાછી ખેંચી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...