તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોવિડની દવાઓ ઉપલબ્ધ કરાવવા અંગે સરકારને જવાબ નોંધાવવા નિર્દેશ

મુંબઇ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છી આગેવાને કરેલી અરજી પર હવે 6 ઓક્ટોબરે સુનાવણી થશે

મહારાષ્ટ્ર સરકાર કોવિડના દર્દીઓ ઉપચાર લેતા હોય તે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરાવવા માગે છે કે કેમ તે વિશે જવાબ નોંધાવવા માટે મુંબઈ હાઈ કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો હતો. જસ્ટિસ કે કે તાતેડ અને જસ્ટિસ એનઆર બોરકરની ખંડપીઠે 2 ઓક્ટોબર સુધી સરકારને જવાબ નોંધાવવા નિર્દેશ આપ્યા છે. આ સાથે અરજીની સુનાવણી 6 ઓક્ટોબર સુધી મોકૂફ રાખી છે.

કચ્છના ભચાઉ તાલુકા ધમડકા ગામના વતની વાગડ કચ્છી લુહાણા સમાજના મુલુંડમાં રહેતા ઓલ મહારાષ્ટ્ર હ્યુમન રાઇટ્સ વેલફેર એસોસિયેશનના પ્રમુખ જયેશ મીરાણીએ જાહેર હિત નોંધાવી છે. તેમની અરજીમાં રાજ્ય સરકારને કોવડ -19 દર્દીઓની સારવાર માટે નિયુક્ત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રેડિમસિવર 100, એકટાઇમરા 400 ઇંજેક્શન્સ અને ફેબીફ્લુ ગોળીઓ ઉપલબ્ધ મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ કરાવવા પર રાજ્ય સરકારને નિર્દેશ આપવા કોર્ટને જણાવ્યું હતું.

મીરાણીના એડવોકેટ પ્રશાંત પાંડેએ દાવો કર્યો હતો કે મુંબઈમાં ફક્ત છ સપ્લાયર્સ પાસે દવાઓ ઉપલબ્ધ હતી. ઉપરાંત લોકોને આ દવાઓ માટે વધુ રકમ ચૂકવવાની ફરજ પડે છે. રેડિમસિવીર 100 ઇંજેક્શનની મહત્તમ છૂટક કિંમત રૂ. 3,000 છે, પરંતુ કાળાંબજારમાં તે રૂ. 30,000માં વેચાઇ રહી છે અને તેથી જરૂરી હતું કે ઇન્જેક્શન અને ટેબ્લેટ સીધા કોવિડ કેર સેન્ટર પર ઉપલબ્ધ કરાવવામાં આવે. જયેશ મીરાણીએ “દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, મેં મારી અરજી કહ્યું છે કે કોવિડ -19થી થતાં મૃત્યુ અને દર્દીઓની સંખ્યાની બાબતમાં મહારાષ્ટ્ર ભારતમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે, પરંતુ રાજ્યના સત્તાધીશોએ ભારતમાં વેચાણ કરાયેલી જીવનદાયી દવાઓના ઓર્ડર 22 જૂન, 2020 સુધી આપ્યા નહોતા અને મોટા ભાગના ડોઝ તામિલનાડુ, કર્ણાટક અને આસામ અને ખાનગી હોસ્પિટલોમાં ગયા હતા, જેના માટે અગાઉથી ઓર્ડર આપવામાં આવ્યા હતા.સરકારી વકીલ પૂર્ણિમા કંથારિયાએ જણાવ્યું હતું કે, અરજદારની એક પ્રાર્થના છે કે તે દવાઓ કાઉન્ટર ઉપર મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. જો તે માન્ય અને શક્ય હોય તો તપાસી જોવું પડશે.

અન્ય સમાચારો પણ છે...