કાર્યવાહી:પરમવીર સિંહ વિરુદ્ધ વોરન્ટનો અમલ કરવા પોલીસને નિર્દેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર સીઆઈડીએ મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ વિરુદ્ધ જારી કરેલા ધરપકડ વોરન્ટનો અમલ કરવા કહ્યું છે. પરમવીર સાથે સંબંધિત કેસો અને વિવાદોમાં મોટી જાણકારી અનુસાર, મલબાર હિલ પોલીસ સ્ટેશનને મુંબઈના ભૂતપૂર્વ સીપી સામે ધરપકડ વોરંટ બહાર પાડવા અને અમલ માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સીઆઈડીએ મલબાર હિલ પોલીસ સ્ટેશનને લખેલો પત્ર બહાર આવ્યો છે, જેમાં પરમવીર સામે ચાંદીવાલ તપાસ પંચ દ્વારા જામીનપાત્ર ધરપકડ વોરંટની અમલબજાવણીની માગણી કરવામાં આવી છે. પરમવીર અનેક સમન્સ છતાં પંચ સમક્ષ હાજર થવામાં વારંવાર નિષ્ફળ રહ્યા છે.

જોકે પરમવીરનું ઠેકાણું હજુ અજ્ઞાત છે, કારણ કે મહારાષ્ટ્ર હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ પદે બદલી પછી તેઓ સતત અનેક તબીબી રજાઓ લીધા પછી કામ પર પાછા આવ્યા નથી. આ સમય દરમિયાન પરમવીર વિરુદ્ધ ખંડણી સહિતના વિવિધ આરોપો પર અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે.

પરમવીર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવા માટે એક વ્યક્તિના ઉચ્ચ સ્તરીય તપાસ પંચ (ચાંદીવાલ પંચ)એ મહારાષ્ટ્રના ડીજીપીને ઉચ્ચ અધિકારીના અધિકારીની વરણી કરવા વિનંતી કરી હતી. આ પછી પરમવીર સતત ચોથી વખત પંત સમક્ષ હાજર થવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમને રૂબરૂ તેમના નિવેદનના રેકોર્ડિંગ માટે આવવાના સમન્સનું પાલન ન કરવા બદલ 22 જૂને રૂ. 5000, 19 અને 25 ઓગસ્ટે રૂ. 25,000- રૂ. 25,000નો દંડ પણ પંચે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...