તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સનરાઈઝ હોસ્પિટલ આગ પ્રકરણે બે ફાયર અધિકારી સામે તપાસનો નિર્દેશ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ફાયર અધિકારીઓ દ્વારા નવેમ્બરમાં ફાયર સેફ્ટિના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું

ભાંડુપના ડ્રીમ્સ મોલની અંદર સનરાઈઝ હોસ્પિટલ ખાતે આગ પર તપાસનો અહેવાલ બહાર આવ્યો છે. તેમાં નવેમ્બરમાં નિયમોનું પાલન નહીં કરવા માટે આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર ઘાડગે અને તત્કાલીન ફાયર ઓફિસર એસ એ કાળે સામે પરિપૂર્ણ ખાતાકીય તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉપરાંત આગ અને અગ્નિ સુરક્ષા નિયમોનું પાલન કરવામાં બેદરકારી માટે સનરાઈઝ અને મોલના મેનેજમેન્ટ સામે પણ આંગળી ચીંધવામાં આવી છે. મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ દ્વારા મંગળવારે આ અહેવાલને મંજૂરી આપવામાં આવી હતી. અહેવાલમાં સર્વ આઈસીયુ વોર્ડસમાં વોટર મિસ્ટ સિસ્ટમ્સ અને આઈસીયુ વોર્ડસમાં સર્વ સમયે લાઈસન્સધારક એજન્સી પાસેથી બે ફાયરફાઈટરો ગોઠવવાની ભલામણ પણ કરવામાં આવી છે.

અહેવાલ ડેપ્યુટી મહાપાલિકા કમિશનર પ્રભાત રહાંગદળે દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે મોલની અગ્નિ સુરક્ષા અભિમુખતાની ખાતરી રાખવાનું કામ સોંપાયેલી લાઈસન્સધારક એજન્સી પોના કોર્પોરેશન દ્વારા સુપરત અહેવાલમાં જણાવાયું હતું કે મોલમાં ફાયર- ફાઈટિંગ ઉપકરણો 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી કામ કરતાં હતાં, પરંતુ આગના દિવસે કોઈ ફાયર ફાઈટિંગ ઉપકરણ કામ કરતાં નહોતાં. આથીઅહેવાલમાં મહારાષ્ટ્ર ફાયર સર્વિસીસના ડાયરેક્ટર દ્વારા પોનાનું લાઈસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે અને ચીફ ફાયર ઓફિસરને તેની સામે ફોજદારી કેસ દાખલ કરવાનું સૂચવાયું છે.

મોલ અને હોસ્પિટલે ચેતવણી ગણકારી નહીં
અહેવાલમાં દોષ આપવામાં આવ્યો છે કે મોલ અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડ અને મહાપાલિકા પાસેથી ચેતવણીઓ અવગણવામાં આવી હતી અને કોઈ પણ સુધારાત્મક પગલાં લીધાં નહોતાં. આગની દુર્ઘટના માટે ડ્રીમ્સ મોલના માલિકો અને ડાયરેક્ટરો અને સનરાઈઝ હોસ્પિટલની માલિક મેસર્સ પ્રિવિલેજ હેલ્થકેર સામે ફોજદારી કેસ નોંધવા અને મોલનો પાણી અને વીજ પુરવઠો કાપી નાખવાની ભલામણ પણ રહાંગદળેએ તેમના અહેવાલમાં કરી છે. અહેવાલમાં મોજૂદ એસઓપીમાં કોવિડ-19ની સ્થિતિનું સમાયોજન થવું જોઈએ. શહેર માટે નવી અગ્નિ જોખમ પ્રતિસાદ અને નાબૂદી યોજના પણ સૂચવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...