ડ્રગ્ઝનો પુરવઠો અને વેચાણ કરનારા પર કાર્યવાહી કરવા સહિત બારમાં ગેરકાયદે બાબત, જુગાર રમનારા, ફેરિયાઓ પાસેથી સંરક્ષણના નામ પર રૂપિયા લેનારા લોકો પર કાર્યવાહી કરો એમ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ ગુના શાખાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ બેઠકમાં જણાવ્યું હતું.
કમિશનરે ગુના શાખાના સહ પોલીસ આયુક્ત, અતિરિક્ત પોલીસ આયુક્ત, તમામ ડીસીપી ગુના અને ગુના શાખાના તમામ પોલીસ નિરીક્ષકોની કયાસ બેઠક લીધી હતી. મુંબઈ ગુના શાખાના ખંડણી વિરોધી કક્ષ ફક્ત અંડરવર્લ્ડના ખંડણી પ્રકરણમાં જ શા માટે કાર્યવાહી કરે છે. સ્થાનિક ફેરિયાઓ અને સામાન્ય નાગરિકોનું શું જેમની પાસેથી દરરોજ રૂપિયા લઈને ત્રાસ આપવામાં આવે છે.
તેમના પર કાર્યવાહી શરૂ કરો. એન્ટિ નાર્કોટિક્સ સેલને શહેરના દરેક નશીલા પદાર્થના દાણચોર પર કાર્યવાહી કરવાનું જણાવ્યું, ફક્ત મોટા પ્રકરણમાં જ નહીં. એ જ પ્રમાણે તમામ 12 ગુના શાખા યુનિટ્સને નશીલા પદાર્થોની દાણચોરી, બારમાં ગેરકાયદે બાબતો, જુગારના પ્રકરણની તપાસ કરવા જણાવ્યું હતું એમ પાંડેએ જણાવ્યું હતું.
આ બેઠકમાં પાંડેએ દરેક સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સાથે વાત કરીને તેમણે કરેલા કામ વિશે પૂછ્યું અને શહેરમાં ગુનેગારી પર લગામ તાણવા કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. ગુના શાખા એ વિશેષ તપાસ ટીમ છે. તેમણે કાયદાકીય અને સમાજવિધાતક કાર્યવાહીઓ પર ઝીણી નજર રાખીને એ મુજબ કાર્યવાહી કરવી એમ પાંડેએ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.