તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:એક્ટ્રેસની પોર્ન ફિલ્મ શૂટ કરનાર ડાયરેક્ટરની ગુજરાતથી ધરપકડ

મુંબઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોર્ન ફિલ્મમાં કામ કરવા ફરજ પડાયાની ફરિયાદ પરથી બીજી એફઆઈઆર

મુંબઈ તથા મુંબઈની બહાર સૂમસામ જગ્યામાં ભાડા પર બંગલો લઈને તેમાં પોર્ન ફિલ્મો બનાવવાના કૌભાંડમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. આ પોર્ન ફિલ્મનો ડાયરેક્ટર સુરતનો 40 વર્ષીય તન્વીર હાશ્મી હોવાનું બહાર આવતાં મંગળવારે રાત્રે તેની પણ ધરપકડ કરાઈ છે.તન્વીર પોર્ન ફિલ્મ ડાયરેક્ટ કરતો હતો, જે પછી ઓટીટી મંચો પર તે મૂકતો હતો.

છેલ્લા એક વર્ષથી તે આ કામમાં સંડોવાયેલો હતો. દરમિયાન તેને મુંબઈની કોર્ટમાં હાજર કરાતાં 15 ફેબ્રુઆરી સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરમિયાન એક નાના ગામડાની યુવતી અભિનેત્રી બનવાનાં સપનાં લઈને મુંબઈ આવી પરંતુ આરોપીઓએ તેને પોર્ન ફિલ્મ બનાવવા ફરજ પાડીને પછી છુટકારા માટે રૂ. 10 લાખની માગણી કરી હોવાની માહિતી બહાર આવી છે. પોલીસે આ યુવતીની ફરિયાદ પરથી બીજી એફઆઈઆર દાખલ કરી છે.

બીજી એફઆઈઆરમાં યાસ્મિન ખાન, તેનો પતિ અને અન્યોનાં નામ હાલમાં નોંધાયેલાં છે. યાસ્મિનની પ્રથમ કેસમાં ધરપકડ કરાઈ છે, જ્યારે તેના પતિ દીપાંકર ખાસાન્વીસ ઉર્ફે શ્યામ બેનરજીની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. પ્રથમ કેસમાં અભિનેત્રી ગેહના વશિષ્ઠ ઉર્ફે વંદના તિવારી સહિત આઠ જણની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન યુવતીની ફરિયાદ અનુસાર તેને વેબ સિરીઝમાં કામ મળશે એમ કહીને એક નાના ગામડામાંથી બોલાવવામાં આવી હતી. તેને લોનાવાલામાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પોર્ન ફિલ્મમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. બીજી બાજુ આ કૌભાંડ બહાર આવ્યું હોવાની જાણ થતાં જ તે સામે ચાલીને પોતાના વકીલ સાથે આવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ કેસમાં કોની કોની ધરપરડ કરાઈ છે
પ્રથમ કેસમાં ધરપકડ કરવામાં આવેલી અભિનેત્રી ગેહના વશિષ્ઠ ઉર્ફે વંદના તિવારીનો ઉદ્યોગપતિ પતિ આ ગોરખધંધો ચલાવવા માટે ફાઈનાન્સ કરતો હતો. ઉપરાંત આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે નવી મુંબઈના રહેવાસી ઉમેશ કામત નામની હાઈ- પ્રોફાઈલ વ્યક્તિની ધરપકડ કરી છે, જે યુકે સહિત વિવિધ દેશોમાં પણ પોર્ન ફિલ્મો વેચીને ધૂમ કમાણી કરતો હતો એવું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં સૌપ્રથમ પોલીસે મલાડમાં મઢના બંગલોમાં દરોડા પાડીને પાંચ જણની ધરપકડ કરી તેમાં પ્રોડ્યુસર- ડાયરેક્ટર રોવા ખાન ઉર્ફે યાસ્મિન, ફોટોગ્રાફર મોનુ શર્મા, ક્રિયેટિવ ડાયરેક્ટર પ્રતિભા નલાવડે અને અભિનેતાઓ આરીશ શેખ અને ભાનુ ઠાકુરનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો