સતર્કતા:ચિકનગુનિયાનો દર્દી દાખલ થાય તો માહિતી આપવાનો ખાનગી હોસ્પિટલોને નિર્દેશ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા પ્રશાસનના સતર્કતા જાળવતા પગલાં

મુંબઈમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં છે છતાં બીજા જુદા જુદા સ્વરૂપના તાવના રોગોનુ જોર વધી રહ્યું છે. ડેંગ્યૂ, મેલેરિયા પ્રમાણ ચિકનગુનિયાનો દર્દી દાખલ થાય તો માહિતી આપવાનો નિર્દેશ ખાનગી હોસ્પિટલોને આપવામાં આવ્યો છે.

કોરોનાના સમયમાં તાવના બીજા રોગોની ટેસ્ટ ઓછી થઈ હતી. ખાનગી હોસ્પિટલોએ જેટલી નોંધ રખવી જોઈતી હતી એટલી ન રાખી. આ સંદર્ભે ટાસ્કફોર્સમાં થયેલી ચર્ચામાં મેડિકલ નિષ્ણાતોએ પ્રશ્ન ઉપસ્થિત કર્યા હતા. મુંબઈની ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવેલી ટેસ્ટમાં ચિકનગુનિયાના શંકાસ્પદ દર્દીઓની ટેસ્ટ 200થી વધુ હોવાનું જણાયું હતું એવી માહિતી મહાપાલિકાના મેડિકલ અધિકારીએ આપી હતી. ખાનગી લેબમાં આ ટેસ્ટની સંખ્યા વધુ છે ત્યારે સાર્વજનિક હોસ્પિટલો સાથે સંલગ્ન લેબમાં આ ટેસ્ટ ઓછી થયાનું દેખાય છે. મહાપાલિકા અને આરોગ્ય યંત્રણા તરફથી આવા તમામ દર્દીઓની માહિતી ભેગી કરવામાં આવી રહી છે.

સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના દર્દીઓની નોંધ થઈ રહી હતી ત્યારે ખાનગી હોસ્પિટલોમાં ફક્ત જુલાઈમાં આ દર્દીઓની નોંધ કરવામાં આવી રહી હતી. કોરોનાના સંક્રમણના કારણે ખાનગી હોસ્પિટલમાં કોરોના સિવાયના અન્ય રોગોની મેડિકલ સારવાર માટે જનારાની સંખ્યા નોંધનીય હતી. તેથી જૂન, જુલાઈમાં તેમની પાસે ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા વધુ નોંધવામાં આવી હોવી જોઈએ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

અનય્ ટેસ્ટનું પ્રમાણ વધી રહ્યું છે
કોરોનાના સંક્રમણમાં બીજા રોગોની ટેસ્ટ માટે દર્દીઓના પેશાબ, લોહી તેમ જ થૂંકના નમૂના તપાસવા માટે આવનારાની સંખ્યા ઓછી હતી. હવે ડેંગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા, સીપીઆર ટેસ્ટ, ડાયાબિટીસની ટેસ્ટનું પ્રમાણ વધી રહ્યું છે. મુંબઈગરાઓ તાવ, ઉધરસથી હેરાન છે. આ લક્ષણો અનેક વખત કોરોના ન હોવાનું ટેસ્ટમાં નિષ્પન્ન થાય છે. સારવાર શરૂ કરવા પહેલાં કોરોનાના ડરથી ટેસ્ટ કરવામાં આવે છે. વાતાવરણમાં ફેરફાર, વધેલો તાપ, જેવા કારણોસર પણ વાયરલ રોગોનું જોર વધી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...