તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોનાગ્રસ્ત અને હોમ ક્વોરન્ટાઈન લોકો ફરતા દેખાશે તો સીધી FIR દાખલ કરાશે

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • લગ્નકાર્યાલયો, રેસ્ટોરાં, નાઈટ ક્લબોમાં અચાનક તલાશી લેવાશે
 • મધ્ય, પશ્ચિમ, હાર્બર લાઈનમાં 300 માર્શલો તહેનાત કરાશે

મુંબઈમાં કોરોના વાઈરસનો વધતો ફેલાવો જોતા મહાપાલિકા પ્રશાસન સતર્ક થયું છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે મુંબઈ મહાપાલિકાએ મેગાપ્લાન તૈયાર કર્યો છે. મુંબઈમાં હવે કોરોનાગ્રસ્ત, હોમ ક્વોરન્ટાઈન વ્યક્તિ ફરતા દેખાશે તો સીધા એફઆઈઆર દાખલ કરવામાં આવશે. હોમ ક્વોરન્ટાઈન રહેનારા વ્યક્તિના હાથ પર સિક્કો મારવામાં આવશે. લગ્નસમારંભ આયોજનનો નિયમ તોડનારા આયોજકો સહિત વ્યવસ્થાપન પર પણ ગુનો દાખલ કરવો. ઈમારતમાં 5 કરતા વધુ કોરોનાગ્રસ્ત દર્દી મળે તો આખી ઈમારત સીલ કરવી એવી કઠોર સૂચનાઓ મુંબઈ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે આપી હતી.

મુંબઈ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ સાથે તમામ વોર્ડ ઓફિસર, અતિરિક્ત આયુક્ત, આરોગ્ય વિભાગ સાથેની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક થઈ હતી. એ પછી મહાપાલિકા કમિશનરે આ આદેશ આપ્યો છે. લક્ષણો વિનાના કોરોનાગ્રસ્ત (એસિમ્પ્ટોમેટિક) દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. આવા દર્દીઓ પર પહેલાંની જેમ હાથ પર સિક્કો મારવો. તેની માહિતી સંબંધિત સોસાયટીને આપવી. વોર્ડ રૂમના માધ્યમથી તેના પર ઝીણવટભરી નજર રાખવી. આવી વ્યક્તિને દિવસમાં પાંચથી છ વખત ફોન પર સંપર્ક સાધીને એ ઘરે જ છે કે નહીં એની ખાતરી કરવી.

કોરોનાગ્રસ્ત વ્યક્તિની યોગ્ય માહિતી રાખીને એના નજીકના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવા. હોમ ક્વોરન્ટાઈન દર્દીનો સમયગાળો પૂરો થ‌વા પહેલાં એ ઘરની બહાર નીકળે, સાર્વજનિક ઠેકાણે ફરતો દેખાય તો એની માહિતી સોસાયટીએ વોર રૂમને આપવી. વોર્ડ વોર રૂમે આવા દર્દી પર ગુનો દાખલ કરવો અને એને ફરજિયાત સંસ્થાત્મક ક્વોરન્ટાઈન કરવો એવી સૂચના ચહલે આપી હતી. આવા દર્દી બહાર ફરતા દેખાશે તો સીધા એફઆઈઆર દાખલ કરવામાં આવશે.

હવે લગ્ન કાર્યાલયો, રેસ્ટોરાં, નાઈટ ક્લબો ખાતે અચાનક તલાશી લેવામાં આવશે. દરરોજ દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 5 લગ્નના હોલ, 4 રેસ્ટોરાં અને 1 નાઈટક્લબ પર તલાશી લઈને નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો કાર્યવાહી કરવામાં આવશે. મધ્ય, પશ્ચિમ અને હાર્બર એમ ત્રણેય લાઈનમાં દરેકમાં 100 લેખે કુલ 300 માર્શલ તૈનાત કરવામાં આવશે. આ 300 માર્શલ્સ માસ્ક ન પહેરનારા પ્રવાસીઓ પર કાર્યવાહી કરશે. લગ્ન સમારંભોના હોલમાં કોઈ નિયમનું ઉલ્લંઘન થયેલું જણાય તો દંડાત્મક કાર્યવાહી કરીને આયોજકો-વાલીઓ તેમ જ સંબંધિત વ્યવસ્થાપન પર ગુનો દાખલ કરવામાં આવશે.

દંડ અને ગુનો : લગ્ન સમારંભોના હોલ, જિમખાના, ક્લબ, નાઈટક્લબ, રેસ્ટોરંટ, મલ્ટિપ્લેક્સ, ધાર્મિક સ્થળ‌ો, રમતના મેદાન અને ઉદ્યાનો, સાર્વજનિક ઠેકાણાઓ, શોપિંગ મોલ તેમ જ તમામ ખાનગી કાર્યાલયો જેવા તમામ ઠેકાણે માસ્કનો ઉપયોગ ફરજિયાત છે. માસ્કનો ઉપયોગ થતો ન હોવાનું જણાશે તો અને 50 કરતા વધુ વ્યક્તિઓ એક જ સમયે ભેગા દેખાશે તો સંબંધિત વ્યક્તિઓને દંડ કરવા સાથે જે તે ઠેકાણેના આસ્થાપના, વ્યવસ્થાપન પર ગુનો દાખલ કરવામાં આવશે.

દરરોજ 25 હજાર પર કાર્યવાહી
માસ્ક યોગ્ય રીતે ન પહેરનારા તેમ જ સાર્વજનિક ઠેકાણે થૂંકનારા નાગરિકો પર કાયર્વાહી કરવા માટે મુંબઈમાં અત્યારે કાર્યરત 2400 માર્શલ્સની સંખ્યા બમણી કરીને 4800 કરવામાં આવશે. માસ્ક વિના ફરતા લોકો પર ધાક બેસે એ જરૂરી છે. એ દષ્ટિએ અત્યારે થઈ રહેલી દરરોજ 12500 નાગરિકો પરની કાર્યવાહી વધારે સંપૂર્ણ મુંબઈમાં ઓછામાં ઓછા 25,000 નાગરિકો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. માસ્ક વિના ફરતા નાગરિકો પર કાર્યવાહી માટે પોલીસોને અધિકાર આપવામાં આવ્યો છે. પોલીસ પણ માર્શલ તરીકે દંડ અને કાર્યવાહી કરશે. મહાપાલિકાની તમામ ઈમારતો, હોસ્પિટલો, કાર્યાલયો વગેરે ઠેકાણે જરૂર પ્રમાણે મહાપાલિકાના શિક્ષકોની નિયુક્તી કરવામાં આવશે. તેમને પણ માસ્ક વિના ફરતા લોકો પર દંડ અને કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે.

ધાર્મિક સ્થળો પર નજર
તમામ ધર્મોના ધાર્મિકસ્થળો, પ્રાર્થનાસ્થળ‌ોમાં પુરુષોની જેમ મહિલા માર્શલોની નિયુક્તી કરીને ત્યાં નિયમોનું પાલન થાય છે કે નહીં એના પર નજર રાખવામાં આવશે. માસ્ક વિના ફરતા અથવા 50થી વધુ લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો