તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ ક્રાઈમ બ્રાંચના સીઆઈયુ યુનિટ દ્વારા કાર ડિઝાઇનર અને ભારતના પ્રસિદ્ધ કાર મોડિફિકેશન સ્ટુડિયો ‘ડીસી’ના સ્થાપક દિલીપ છાબરિયાની સોમવારે અંધેરી એમઆઈડીસી વિસ્તારમાંથી મોડી સાંજે ધરપકડ કરી હતી. છાબરિયાના દાવા અનુસાર ડીસી અવંતી ભારતમાં ઘરઆંગણે બનાવવામાં આવેલી પ્રથમ સ્પોર્ટસકાર છે, જેને એઆરએઆઈ દ્વારા મંજૂરી મળે તે પૂર્વે જ વિવાદમાં સપડાઈ છે. દરમિયાન છાબરિયા સામે ક્રિકેટર દિનેશ કાર્તિક, વિવિધ બેન્કોએ કરોડોની છેતરપિંડીની ફરિયાદ કરી છે.
આ રૂ. 40 કરોડથી વધુનું ડીસી અવંતી કાર કૌભાંડ મોટું કાર ફાઇનાન્સિંગ અને ફોર્જરીનું કૌભાંડ છે અને છાબરિયા તેનો માસ્ટરમાઇન્ડ છે. છાબરિયાએ એક જ એન્જિન અને ચેસિસ નંબરોવાળી અનેક કાર વેચી હતી, જે ગેરકાયદેસર છે. તેની ઉપર એક કાર પર ઘણી બધી લોન લેવાનો અને પછી કાર ત્રીજી વ્યક્તિને વેચવાનો પણ આરોપ છે.
છાબરિયાએ નોન બેકિગ ફાઈનાન્સ કંપની (એનબીએફસી) દ્વારા આપવામાં આવતી લોન પર તેની પોતાની કંપની દ્વારા ડિઝાઇન કરેલી કાર ખરીદી હતી અને આ એનબીએફસી પાસે ગિરવે મૂકેલી કાર ત્રીજી પાર્ટીના ગ્રાહકોને વેચી મારી હતી. ક્રાઈમ બ્રાંચને શંકા છે કે છાબરિયાએ આવી 90થી વધુ કાર વેચી છે. ક્રાઇમ બ્રાંચે આવી જ એક ટુ- સીટર ડીસી અવંતી કારના માલિકને પકડ્યો ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું હતું. આ કારના માલિકે અસલી દસ્તાવેજો આપ્યા હતા. આમ છતા વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હરિયાણાની બીજી કારમાં આ જ કારનો એન્જિન અને ચેસિસ નંબર હતો.
આ રીતે ભારત અને વિદેશમાં 127 ડીસી અવંતી કાર વેચાઇ છે. છાબરિયા ડિઝાઇન્સ પ્રા.લિ. દ્વારા આ કારમાંથી ઘણી કારની સરેરાશ રૂ. 42 લાખની લોનો લેવામાં આવી હતી, પરંતુ ગ્રાહકોને આ કાર પોતાની કાર બતાવીને વેચતો હતો. BMW ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવી વિવિધ એનબીએફસી પાસેથી ધિરાણ લેવા માટે 90 જેટલી કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોંઘી કાર પર તોતિંગ કર ટાળવા માટે આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું. આ રીતે આશરે 40 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો પ્રાથમિક અંદાજ છે. આ આંકડામાં વધારો થવાની સંભાવના છે. કસ્ટમ્સ ડયુટી, જીએસટી વગેરે જેવા લાગુ વેરા નહીં ભરીને છાબરિયાએ સરકારી તિજોરીને કેટલું નુકસાન કર્યું છે તેની તપાસ ચાલુ છે.
અનેક કારને સમાન ચેસિસ નંબર
જોઈન્ટ કમિશનર મિલિંદ ભારંબેએ મંગળવારે કહ્યું હતું કે, ભારતની પહેલી સ્પોર્ટ્સ કાર ડી.સી. અવંતીના સંબંધમાં છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધવામાં આવ્યો છે. એક માહિતી મળી હતી કે આવી એક બોગસ નંબરવાળી કાર તાજ હોટેલ નજીક આવવાની છે. કાર પકડાઈ ત્યારે તામિલનાડુ અને હરિયાણામાં પણ તે જ નંબરની કાર હોવાનું જાણવા મળ્યું હતું. ડીસી ડિઝાઇન પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ ઘણા લોકોને સમાન એન્જિન નંબર અને ચેસિસ નંબરવાળાં વાહનોનું વેચાણ કર્યું છે. વિશેષ બાબત એ છે કે જે કંપનીએ તેમાં વાહન વેચ્યું છે તે પણ પાછળથી ફરી તેને ખરીદ્યું છે. અનેક મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી લોન લેવાની પણ વાત કરવામાં આવી છે. વાહનોમાં ફિટ કરવા માટે આયાત કરાયેલાં એન્જિનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તે ખરીદતી વખતે કરાયેલા ટેક્સને બચાવવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો છે કે નહીં. ક્રાઈમ બ્રાંચને શંકા છે કે આ બધું જીએસટી અને અન્ય ટેક્સ બચાવવા માટે કરવામાં આવ્યું હશે.
દિનેશ કાર્તિકને પણ છેતર્યો
દરમિયાન ક્રિકેટર દિનેશ કાર્તિકે પણ રૂ. 34.9 લાખની એક્સ- શોરૂમ કિંમત ધરાવતી કાર ચેન્નાઈમાં છાબરિયાની ડીલરશિપમાં રૂ. 5 લાખ ચૂકવીને બુક કરી હતી. જોકે છેતરપિંડી ધ્યાનમાં આવતાં કાર્તિકે બુકિંગની રકમનું રિફંડ માગ્યું હતું, જે નહીં આપતાં છાબરિયા સામે કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.