તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Diamond jewelery Industry Allowed To Export With 10 Per Cent Workforce, More Than Rs 10,000 Crore Worth Of Goods In Pipeline

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:હીરા-ઝવેરાત ઉદ્યોગને 10 ટકા કાર્યબળ સાથે નિકાસની મંજૂરી, 10,000 કરોડથી વધુનો માલ પાઈપલાઈનમાં

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10,000 કરોડથી વધુનો માલ પાઈપલાઈનમાં પડ્યો છે

હીરા- ઝવેરાત ઉદ્યોગ દ્વારા અટકી પડેલી નિકાસ શરૂ કરવા દેવા વારંવાર માગવામાં આવેલી પરવાનગી પછી આખરે નિયમો અને શરતો હેઠળ નિકાસ માટે સરકારે સોમવારે પરવાનગી આપી દીધી છે. રાજ્યના મુખ્ય સચિવ અજોય મહેતાએ આ સંબંધનો આદેશ સોમવારે જારી કર્યો હતો. વાસ્તવમાં કસ્ટમ્સ દ્વારા ભારત ડાયમંડ બુર્સમાંથી અમુક નિયમો અને શરતો હેઠળ નિકાસનું કામકાજ શરૂ કરવા માટે પરવાનગી આપી હતી, પરંતુ સરકાર તરફથી પરવાનગીની રાહ જોવાઈ રહી હતી, જે આખરે મળી ગઈ છે. આદેશ અનુસાર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆરના) મહાપાલિકા ક્ષેત્રમાં હીરા, જેમ્સ એન્ડ જ્વેલરી સંબંધિત પ્રવૃત્તિઓ માટે મંજૂરી આપવામાં આવી છે. જોકે ફક્ત નિકાસ કરવા માટે જ આ પરવાનગી મળી છે. ફક્ત 10 ટકા કાર્યબળ ક્ષમતા સાથે કામકાજ કરવાનું રહેશે.

પોઈન્ટ ટુ પોઈન્ટ બસ પરિવહનની મંજૂરી આપવામાં આવી છે, જેની વ્યવસ્થા સંબંધિતોએ કરવાની રહેશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાવચેતીઓનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. સાઈટ પર ડોક્ટર પણ રાખવાનો રહેશે, જે ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારી કોઈને નથી ને તેની ખાતરી રાખશે. દરમિયાન મુંબઈની હીરાબજારમાં રૂ. 10,000 કરોડથી વધુનો માલ પાઈપલાઈનમાં પડ્યો છે. અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાવાઈરસથી બધું જ ઠપ છે. આ દેશો આર્થિક ભીંસમાં હોવાથી ત્યાંના વેપારધંધા પણ ઠપ છે. ભારતમાં રફ હીરાની આયાત એક મહિનો બંધ રહેવાથી તેમ જ લોકડાઉનને લઈને ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. નવા માલોનું ઉત્પાદન ક્યારે શરૂ થશે તે નક્કી નહીં હોવાથી ચીન અને હોંગકોંગમાં માગણી વધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો