તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:75 ગ્રામીણ હોસ્પિટલોમાં ડાયાલિસિસ સેવા શરૂ થશે

મુંબઈ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 80,000 કરતા વધુ વખત ડાયાલિસિસ સેવા દર્દીઓને આપી શકાશે

રાજ્યમાં કિડનીના રોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે છે. ગ્રામીણ ભાગોમાં પૂરતી સંખ્યામાં ડાયાલિસિસ કેન્દ્ર ન હોવાનું ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગે હવે 75 ગ્રામીણ હોસ્પિટલોમાં પણ આ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એના લીધે 80,000 કરતા વધુ વખત ડાયાલિસિસ કરી શકાશે.

ડાયાલિસિસ સેવા મુખ્યત્ત્વે શહેરી ભાગોમાં તેમ જ જિલ્લા સ્તરે ઉપલબ્ધ છે. પણ ગ્રામીણ ભાગોના દર્દીઓને ઘણી હેરાનગતિ થાય છે. સામાન્ય રીતે દર્દીને અઠવાડિયે ત્રણ વખત ત્રણ કલાક સુધી ડાયાલિસિસ કરવું પડે છે. એક વખતના ડાયાલિસિસ માટે ખાનગી હોસ્પિટલમાં રૂ. 1200થી રૂ. 2500નો ખર્ચ થાય છે. મોટા ભાગના દર્દીઓને આ ખર્ચ પરવડતો ન હોવાથી આરોગ્ય વિભાગ 2013થી 23 જિલ્લા હોસ્પિટલોમાં મફત ડાયાલિસિસ સેવા શરૂ કરી. પછી એનું વિસ્તરણ કરતા મહિલા હોસ્પિટલો અને ઉપજિલ્લા હોસ્પિટલો મળીને 52 ઠેકાણે કુલ 279 મશીન દ્વારા ડાયાલિસિસ સેવા આપવાની શરૂઆત કરી. આ યોજનામાં વર્ષે દહાડે 80,000થી વધુ ડાયાલિસિસ કરવામાં આવે છે.

આ ડાયાલિસિસ સેવા ઉત્તમ રીતે આપી શકાય એના માટે મેડિકલ અધિકારી, ટેકનિશિયનો અને નર્સોને વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવે છે. તમામ હોસ્પિટલોમાં નેફ્રોલોજિસ્ટની નિયુક્તીઓ કોન્ટ્રેક્ટ ધોરણે કરવામાં આવે છે. મુખ્યત્ત્વે કોરોનાના સમયમાં ગ્રામીણ ભાગોમાં વધતા કિડનીના રોગના દર્દીઓ અને ડાયાલિસિસ સેવાની જરૂરિયાતને ધ્યાનમાં લેતા આગામી બજેટમાં 50 કરતા વધારે બેડવાળી 75 ગ્રામીણ હોસ્પિટલોમાં ડાયાલિસિસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એના માધ્યમથી ગ્રામીણ ભાગોમાં 80,000 કરતા વધુ વખત ડાયાલિસિસ સેવા દર્દીઓને આપી શકાશે. એના માટે રૂ. 20 કરોડ પ્રથમ તબક્કામાં ખર્ચ કરવામાં આવશે. રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન યોજનાના માધ્યમથી આ ખર્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો