તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરના સંકેત:મુંબઈ સેન્ટ્રલના અનાથ આશ્રમમાં બાળકો સહિત 22 ને કોવિડનું નિદાન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનાથ આશ્રમમાં કોરોના તપાસ શિબિરનું આયોજન, ત્રીજી લહેરના સંકેત
  • કોરોનાગ્રસ્ત ચાર બાળકો 12 વર્ષથી ઓછી ઉંમરના છે, 18 જણને જમ્બો કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા

મુંબઈ સેન્ટ્રલ આગ્રીપાડા ખાતેના અનાથ આશ્રમમાં બાળકો સહિત 22 જણ કોવિડનું નિદાન થયું છે. તેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 4 બાળકોનો સમાવેશ થાય છે. તેમને નાયર હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે બાકી બાળકો સહિતના 18 જણને ભાયખલા ખાતે રિચર્ડસન એન્ડ ક્રુડાસ જમ્બો કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં 11 જણ 12થી 18 વયવર્ષના છે, જ્યારે 7 પુખ્ત છે, એવી માહિતી મહાપાલિકાના નાયબ જનસંપર્ક અધિકારી તાનાજી કાંબળેએ ગુરુવારે આપી હતી.

આ પછી મહાપાલિકા દ્વારા અનાથ આશ્રમને સીલ કરી દેવામાં આવ્યું છે. આગ્રીપાડા ખાતે સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલ અને અનાથ આશ્રમના બે બાળકોને કોવિડનું નિદાન થયું હતું. આ પછી મહાપાલિકાના ઈ વોર્ડ દ્વારા આ અનાથ આશ્રમમાં કોરોના તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કર્મચારીઓ સહિત 95 જણની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 22 જણને કોવિડનું નિદાન થયું હતું. તેમાં 4 બાળકો છે, જેમને નાયર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્યોને ભાયખલા સ્થિત રિચર્ડસન એન્ડ ક્રુડાસ જમ્બો કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે.

બે બાળકોને કોવિડનું નિદાન થયા પછી બધાની સાગમટે તપાસ કરવામાં આવી હતી. તેમાં વધુ દર્દી મળી આવ્યા છે. આ બધાની પર તુરંત ઉપચાર શરૂ કરવામાં આવ્યા છે. તેમની તબિયત જોખમથી બહાર છે. આ જ રીતે અન્યોને આશ્રમમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કોવિડની પ્રથમ અને બીજી લહેરનો પ્રભાવ નાના બાળકો પર ઝાઝો જણાયો નહોતો. જોકે ત્રીજી લહેર નાના બાળકો માટે જોખમી નીવડી શકે એવું દુનિયાભરના નિષ્ણાતો જણાવી રહ્યા છે. આવા સંજોગોમાં મુંબઈમાં એક જગ્યાએ જ આટલી મોટી સંખ્યામાં બાળકો અસરગ્રસ્ત થતાં ચિંતાનું વાતાવરણ છે.

અન્ય સમાચારો પણ છે...