તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દિયા મિરઝાની ભૂતપૂર્વ આસિસ્ટન્ટની વધુ એક ડ્રગ કેસમાં ધરપકડ કરાઈ

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સુશાંતના મૃત્યુની તપાસમાં બહાર આવેલા ડ્રગ કનેકશનમાં હમણાં સુધી 33ની ધરપકડ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની કેસમાંથી બહાર આવેલા બોલીવૂડ અને ડ્રગ કનેકશનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ સેલિબ્રિટીની મેનેજર અને અભિનેત્રી દિયા મિરઝાની ભૂતપૂર્વ આસિસ્ટન્ટ રાહિલા ફર્નિચરવાલા અને બ્રિટિશ નાગરિક કરણ સજનાનીની વધુ એક ડ્રગ કેસમાં ધરપકડ કરી છે.ગયા મહિને એનસીબીએ 200 કિલો ડ્રગ પકડી પાડ્યું તેમાં નામ આવતાં ફર્નિચરવાલા અને સજનાની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. તેમની સામે નવા પુરાવા મળતાં પ્રોડકશન વોરન્ટ થકી આ કેસમાં તેમને પૂછપરછ માટે એનસીબી બેલાર્ડ એસ્ટેટ સ્થિત કાર્યાલયમાં લાવી હતી.

બંન્નેની કલાકો સુધી પૂછપરછ કર્યા પછી ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે અગાઉ આ કેસમાં જગતાપ સિંહ આનંદની ધરપકડ કરવામાં આવી હતી, જે અગાઉ ધરપકડ કરાયેલા મોટા ડ્રગ તસ્કર કરણજિત ઉર્ફે કેજેનો ભાઈ પણ છે. બુધવારે આ કેસમાં એનસીબીએ સુશાંતના નિકટવર્તી આસિસ્ટન્ટ ફિલ્મ ડાયરેક્ટર હૃષીકેશ પવારની ધરપકડ કરી હતી. આમ આ પ્રકરણમાં હમણાં સુધી 33 જણની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ સજનાની અને ફર્નિચરવાલાની ધરપકડમાંથી એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનનું નામ બહાર આવતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

ક્યાંથી મળી લિંક
એનસીબીના લખનૌ ઝોનલ યુનિટે ગયા મહિને રામપુરમાં ફેકટરી સંકુલમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં આયાતી મારિજુઆના નામે માદક પદાર્થ હર્બલ મિક્સીસમાં મિશ્રણ કરીને વેચાતું હોવાનું બહાર આવ્યું હતું. આ ફેકટરી ચલાવતો અલી ફરાર છે. તેને મારિજુઆના ડ્રગ કિંગપિન સજનાની મેળવી આપતો હતો. અલી અને સજનાની સતત સંપર્કમાં હતા. ડ્રગ મિશ્રિત હર્બલ મિક્સીસ તેઓ દેશભરમાં વેચતા હતા.સજનાની અમેરિકાના સિયેટલ ખાતેથી હર્બલ પત્તાં અથવા અમુક અન્ય પ્રોડક્ટોને નામે મારિજુઆના બડ્સ ભારતમાં કુરિયર થકી મગાવતો હતો.

આ બડ્સ પ્રાપ્ત કરતાં તેને વાટીને કોનમાં ભરતા હતા, જે પછી અલીને મોકલવામાં આવતા હતા. છેલ્લા 15 મહિનાથી તેઓ ડ્રગ લેણદેણ કરતા હતા. ખાન ફર્નિચરવાલાના બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતો હતો, જે પછી સજનાનીના ખાતામાં જતા હતા. આમ, યોજનાબદ્ધ રીતે લેણદેણ થતી હતી, એમ એનસીબીના મુંબઈ ઝોનલ હેડ સમીર વાનખેડેએ જણાવ્યું હતું.

અલગ અલગ જાતનાં ડ્રગ વેચનારા રીઢા તસ્કરો ઝડપાયા
દરમિયાન એનસીબીએ કુર્લા રેલવે સ્ટેશન નજીક એક ઘરમાં શુક્રવારે વહેલી સવારે દરોડા પાડીને હિસ્ટરી શીટર ઝાકીર હુસૈન અબ્દુલ રહમાન શેખ ઉર્ફે બબલુ પટરી અને સાહબ અલી મહંમદ હનીફ મુલ્લાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 20 કિલો કોડેન આધારિત કફ સિરપ, 56 ગ્રામ મેફેડ્રોન, 450 ગ્રામ ગાંજો હસ્તગત કરવામાં આવ્યાં છે. બબલુ પટરીની 2010-11માં બે ડ્રગ કેસમાં પણ ધરપકડ કરાઈ હતી. તે બાંદરા, કુર્લા અને દક્ષિણ મુંબઈમાં અલગ અલગ જાતનાં ડ્રગ વેચવાનું નેટવર્ક ચલાવે છે. ધરપકડ ટાળવા તે પુરવઠાકારોના ઘણા બધા લેયરનો ઉપયોગ કરે છે. તેની પાસેથી ડ્રગની લેણદેણ કરવા માટે ઉપયોગ કરાતી કાર પણ જપ્ત કરવામાં આવી છે, એમ ઝોનલ હેડ સમીર વાનખેડેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો