• Gujarati News
  • Local
  • Mumbai
  • Dhama, The Corporation And The Police Cracked Down On These Illegal Huts At The Government Premises Of 400 Families Where Rumors Of Free Housing Spread.

કાર્યવાહી:મફતમાં ઘરની અફવા ફેલાતા 400 કુટુંબોના સરકારી જગ્યા પર ધામા, મહાપાલિકા અને પોલીસે આ ગેરકાયદે ઝૂંપડાઓ પર કાર્યવાહી કરી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં નાની જગ્યાના પણ દર સોના જેટલા છે. ત્યારે કોઈક ઠેકાણે મફતમાં ઘર મળે છે એમ કોઈ જણાવે તો ગિરદી થાય એ સ્વાભાવિક વાત છે. આવું જ દશ્ય રવિવારે વિક્રોલી અને કાંજુરમાર્ગમાં જોવા મળ્યું હતું. આ પરિસરમાં રાજ્ય સરકારના ભૂખંડ પર મફતમાં ઘર મળે છે એવી અફવા છેલ્લા થોડા દિવસથી ફેલાઈ હતી. તેથી અહીં ઝૂપડાઓ બાંધવા સખત ગિરદી થઈ થઈ. આ બાબત ધ્યાનમાં આવતા જ મહાપાલિકા અને પોલીસે તાત્કાલીક હસ્તક્ષેપ કરીને રવિવારે આ ઝૂપડાઓ પર કાર્યવાહી કરી હતી.

વિક્રોલી અને કાંજુરમાર્ગ વચ્ચે આવેલા ભાગમાં સરકારી માલિકીના ૨ મોટા ભૂખંડ છે. આ ભૂખંડ પર સરકાર તરફથી બેઘર લોકોને મફતમાં જગ્યા આપવામાં આવે છે એવી અફવા ફેલાઈ હતી. સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો થકી આ અફવા આગની જેમ ફેલાઈ. તેથી ધીમે ધીમે એક એક કરતા લગભગ 400 કુટુંબોએ આ જગ્યામાં ધામા નાખ્યા. આ જગ્યા એક વ્યવસાયિકની છે અને એના નિધન પછી એણે ગરીબોને દાન કરી છે એવી અફવા ફેલાતા આ ઠેકાણે જરૂરિયાતમંદોએ મોટા પ્રમાણમાં ગિરદી કરી હતી.

મુંબઈ સહિત વિવિધ ભાગોમાંથી આ જગ્યાએ ટોળા ભેગા થવાથી એની ચર્ચા શરૂ થઈ હતી. સરકારી જમીન પર ઝૂપડા ઊભા કરવાની હોડ લાગી. આ બાબત મહાપાલિકા અને પોલીસની નજરે પડતા તેમણે હસ્તક્ષેપ કર્યો હતો. બંને યંત્રણાએ અફવાનો ભોગ બનેલા લોકોને સમજાવ્યા હતા અને ગેરકાયદે ઝૂપડાઓ પર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...