તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૃહ મંત્રાલયને પત્ર:પરમવીર વિરુદ્ધ તપાસ કરવા ડીજીપી સંજય પાંડેનો ઈનકાર

મુંબઈ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગૃહ મંત્રાલયને પત્ર લખીને જણાવ્યા પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક કલાક ચર્ચા કરી

પરમવીર સિંહની તપાસ કરવા અસમર્થ હોવાનો પત્ર રાજ્ય પોલીસ પ્રમુખ (ડીજીપી) સંજય પાંડેએ ગૃહ મંત્રાલયને લખ્યો છે. પરમવીરના નવા આરોપ પછી સંજય પાંડેએ ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના બે પોલીસ અધિકારીઓએ પરમવીર સિંહની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. એ પછી પાંડેને આ પ્રકરણે તપાસ કરવા જણાવાયું હતું. જોકે હવે સંજય પાંડેએ પરમવીરની તપાસ કરવા અસમર્થ હોવાનો પત્ર ગૃહ મંત્રાલયને લખ્યો છે.

દરમિયાન આ પત્રને લઈને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પાંડે સાથે એક કલાક સુધી ચર્ચા કરી હતી. જોકે તેમાં અંતિમ ફેંસલો શું લેવાયો તે જાણી શકાયું નહોતું. રાજ્ય સરકારે પરમવીર સિંહ વિરુદ્ધ શરૂ કરેલા બે પ્રકરણની પ્રાથમિક તપાસનો પરમવીર સિંહે વિરોધ દર્શાવ્યો છે. તેમ જ એના વિરુદ્ધ તેમણે ફરી હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે આ સંદર્ભે તાજેતરમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે ગંભીર આરોપ કર્યા છે. પરમવીર સિંહે આ વખતે મહારાષ્ટ્રના પોલીસ મહાસંચાલક સંજય પાંડે પર ગંભીર આરોપ કર્યા છે. જો હું ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચુ તો તેઓ મારા વિરુદ્ધ ચાલી રહેલી તપાસ બંધ કરાવશે એવું દબાણ નાખવામાં આવ્યું એમ સિંહે જણાવ્યું છે. આ સંદર્ભે પરમવીર સિંહે સીબીઆઈને પત્ર પણ લખ્યો છે.

માર્ચ મહિનામાં મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી પરમવીર સિંહની બદલી હોમગાર્ડના પોલીસ મહાસંચાલક પદ પર કરવામાં આવી. એ પછી તેમણે રાજ્યના ગૃહ વિભાગના કારભાર પર આંગળી મૂકતા તત્કાલીન ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ કર્યા. તેથી જ તેમને વિના કારણ ત્રાસ આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તેમના વિરુદ્ધ એક પછી એક ગુના દાખલ કરવામાં આવ્યા છે. તેમના પર અનિલ દેશમુખ વિરુદ્ધ લખેલો પત્ર પાછો ખેંચવા માટે સખત દબાણ નાખવામાં આવી રહ્યો હોવાનો આરોપ તેમણે આ અરજીમાં કર્યો છે.

ગૃહમંત્રી દ્વારા તપાસનો આદેશ
દરમિયાન રાજ્ય સરકારે 1 એપ્રિલ અને 20 એપ્રિલના સંજય પાંડેએ બે પ્રકરણમાં ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો જેમાં 1 એપ્રિલના તત્કાલીન ગૃહ મંત્રી અનિલ દેશમુખે ઓલ ઈંડિયા સર્વિસની નિયમાવલીમાં નિર્દેશોને ભંગ કરવા માટે તપાસનો આદેશ આપ્યો હતો. 20 એપ્રિલના રાજ્યના વિદ્યમાન ગૃહ મંત્રી દિલીપ વળસે-પાટીલે પરમવીર સિંહ વિરુદ્ધના ભ્રષ્ટાચારના આરોપમાં તપાસનો આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો