તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:19 સ્ટેશનોના વિકાસકામોની શરૂઆત ડિસેમ્બર 2021થી થશે

મુંબઈ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિકાસકામોની રૂપરેખા તૈયાર કરવા ટેંડર પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી

મુંબઈ રેલવે વિકાસ મહામંડળ તરફથી પશ્ચિમ અને મધ્ય રેલવેના 19 ઉપનગરીય સ્ટેશનોનો વિકાસ કરવામાં આવનાર હતો. પણ લોકડાઉનને લીધે આ કામ રખડી પડ્યા છે. છેલ્લા બે વર્ષથી પ્રકલ્પ બાબતે ચર્ચા થતી હતી ત્યારે હવે વિકાસકામોની રૂપરેખા તૈયાર કરવા ટેંડર પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. સ્ટેશનોના કામની શરૂઆત ડિસેમ્બર 2021થી થશે. આ સ્ટેશનોમાં મોટા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

પ્રવાસીઓની સરખામણીએ ઉપનગરીય સ્ટેશનોમાં સુવિધાઓ ઓછી છે. સાંકડા પ્લેટફોર્મ, પ્લેટફોર્મ પર જગ્યા રોકતા સ્ટોલ્સને કારણે પ્રવાસીઓ માટે ચાલવું મુશ્કેલ થાય છે. એમાં ઓછા રાહદારી પુલ, એસ્કેલેટર, પ્રસાધનગૃહોની કમી અને એની સ્વચ્છતા જેવા અનેક પ્રશ્નો છે. તેથી એમઆરવીસી મારફત મધ્ય રેલવેના મુખ્ય માર્ગ પરના થાણે, ડોંબીવલી સહિત કુલ 7, હાર્બર લાઈનમાં ચેંબુર, ગોવંડી સહિત કુલ 4 અને પશ્ચિમ રેલવેના મુંબઈ સેંટ્રલ, જોગેશ્વરી, કાંદીવલી સહિત કુલ 8 સ્ટેશનોનો વિકાસ કરવામાં આવશે. એના લીધે સ્ટેશનોની સુવિધાઓમાં ઉમેરો થશે.

આ પ્રકલ્પ બાબતે છેલ્લા બે વર્ષથી ચર્ચા ચાલુ છે. પ્રકલ્પને અમલમાં મૂકતા આવતી અડચણો તેમ જ ચોક્કસ કઈ કઈ સુવિધાઓ આપવી વગેરે બાબતોનો અભ્યાસ કરવા માટે માર્ચ 2020માં સલાહકાર નિમવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જો કે કોરોનાને કારણે લાગુ થયેલ લોકડાઉનને લીધે આ પ્રક્રિયા ધીમી પડી. થોડા મહિના પછી આ સલાહકારે તાજેતરમાં જ અહેવાલ રજૂ કર્યો.

હવે દરેક સ્ટેશનના વિકાસકામની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. એના માટે ટેંડર પ્રક્રિયા ચાલુ છે. રૂપરેખા બનાવવાનું કામ પૂરું થયા પછી કામની શરૂઆત થશે. આ કામ ડિસેમ્બર 2021થી શરૂ થાય એવી શક્યતા છે. 19 ઉપનગરીય સ્ટેશનોના વિકાસ માટે રૂપરેખા તૈયાર કરવાનું કામ કરવામાં આવશે. એના માટે ટેંડર કાઢીને કામ કરવામાં આવશે અને એની પ્રક્રિયા ચાલુ છે.

શું કામ કરવામાં આવશે?
રેલવે સ્ટેશનની હદમાં વધુમાં વધુ ખુલ્લી જગ્યા નિર્માણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. પ્લેટફોર્મ પર ચાલવા માટે વધુ જગ્યા ઉપલબ્ધ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. નવા ફૂટઓવર બ્રિજ, વધુ એસ્કેલેટર, લિફ્ટ લગાડવામાં આવશે. ફૂટઓવર બ્રિજ અને સ્કાયવોકને જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે અને એમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે. ટિકિટબારીઓ અને ખાદ્યપદાર્થોના સ્ટોલ્સની રચનામાં ફેરફાર કરવામાં આવશે. બેસવાની સારી વ્યવસ્થા અને પ્રસાધનગૃહો ઊભા કરવામાં આવશે. પ્રવાસીઓ માટે એલિવેટેડ ડેક નિર્માણ કરવામાં આવશે. સ્ટેશનોમાં વધુ લાઈટ્સ લગાડવામાં આવશે.

કયા સ્ટેશનોમાં વિકાસકામો થશે?
મધ્ય રેલવેના મુખ્ય માર્ગના ભાંડુપ, મુલુંડ, થાણે, ડોંબીવલી, શહાડ, નેરળ, કસારા, હાર્બર માર્ગના જીટીબીનગર, ચેંબુર, ગોવંડી, માનખુર્દ, પશ્ચિમ રેલવના મુંબઈ સેંટ્રલ (લોકલ), ખાર રોડ, જોગેશ્વરી, કાંદીવલી, મીરા રોડ, ભાઈંદર, વસઈ રોડ અને નાલાસોપારા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો