તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Development Of Uttar Pradesh Will Ease Tensions In Mumbai If Jobs Are Created: Shiv Sena, Shiv Sena Again Targets Yogi Adityanath, Kangana Akshay Also Heard

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપ:ઉત્તર પ્રદેશના વિકાસથી નોકરીઓ ઊભી થાય તો મુંબઈ પરનો તાણ ઓછો થશેઃ શિવસેના, શિવસેનાએ ફરીથી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું, કંગના-અક્ષયનેે પણ સંભળાવ્યું

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બોલિવૂડના થોડા લોકો સાથે ઉત્તરપ્રદેશની ફિલ્મસિટી બાબતે ચર્ચા કરી. ફિલ્મસિટી પરથી રાજકીય વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. એના પરથી શિવસેનાએ ફરીથી યોગી આદિત્યનાથની ટીકા કરી છે. ઉત્તરપ્રદેશમાં ગુનેગારીની વાસ્તવિકતા, કાયદો અને સુવ્યવસ્થાની હકીકત મિરઝાપુર 1 અને મિરઝાપુર 2 વેબસીરીઝમાં દેખાડવામાં આવી છે. મોટા ભાગના ઉત્તરપ્રદેશની સ્થિતિ મિરઝાપુર જેવી જ હોવાનો આરોપ

યોગીના રાજ્યના વિરોધી કરતા હશે. હવે મિરઝાપુર-3ની નિર્મિતી નવી માયાનગરીમાં થવાની હોય તો આનંદની વાત છે એમ જણાવતા ટોણો માર્યો હતો.યોગી મહારાજને મુંબઈ-મહારાષ્ટ્રમાં આવીને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરવાનો પૂર્ણ અધિકાર છે. ઉત્તરપ્રદેશનો વિકાસ થાય અને એના લીધે નોકરીઓ ઊભી થાય તો મુંબઈ પરની તાણ ઘણી ઓછી થશે. તેથી યોગીના પ્રયત્નોનું અમે સ્વાગત કરીએ છીએ. કોઈ એમ જણાવે કે મુંબઈના ઉદ્યોગો ઝુંટવી લઈએ તો એ કોઈના બાપ માટે પણ શક્ય નથી.

મુંબઈમાંથી ઉદ્યોગો, ફિલ્મસિટી ઝુંટવી લઈ જવા એટલે કોઈ બચ્ચાંના હાથમાંથી ચોકલેટ ઝુંટવવા જેટલી સહેલી વાત નથી એમ સામનાના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું.ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મનથી સાધુ મહારાજ છે. આ સાધુ મહારાજનું માયાનગરી મુંબઈમાં આગમન થયું છે અને તેઓ ફાઈવસ્ટાર હોટેલના સમુદ્રકિનારા નજીકના મઠમાં રહે છે. સાધુ મહારાજનો માયાનગરીમાં આવવાનો મૂળ હેતુ એવો છે કે માયાનગરી મુંબઈ જેવી એક્ અતિસુંદર માયાનગરી ઉત્તરપ્રદેશમાં નિર્માણ કરવી. એ માટે તેમણે યમુના એક્સપ્રેસ નજીક 1000 એકર જમીન આપી છે. સાધુ મહારાજ હવે આગળની કાર્યવાહી માટે મુંબઈ આવ્યા છે. ફાઈવસ્ટાર હોટેલના મઠમાં તેમણે મુંબઈની ફિલ્મસૃષ્ટિના અગ્રણી લોકો સાથે ચર્ચા કરી. યોગીને ટૂંક સમયમાં માયાનગરીનું મૂરત કરવું છે અને એના માટે તેમણે ઉતાવળ કરી છે.

છેલ્લા કેટલાય વર્ષોથી લાખો ઉત્તર ભારતીય મુંબઈમાં સખત મજૂરી કરીને તેમની મહેનતથી ગુજરાન ચલાવે છે. પોતાના ઘરબાર છોડીને આ લોકોને મુંબઈ શા માટે આવવું પડ્યું એનો વિચાર યોગી મહારાજે કરવો જોઈએ. ફિલ્મસિટી તો જોઈએ જ પણ આ બેરોજગારોને કામ મળ્યા વિના યોગીની સંકલ્પનાવાળી માયાનગરીમાંથી સોનાનો ધુમાડો નીકળશે નહીં. ઉત્તરપ્રદેશ મોટું રાજ્ય છે પણ એ ફક્ત લોકસંખ્યાથી જ મોટું છે. જાતીવાદ, ધર્માંધતામાંથી નિર્માણ થતા કાયદા અને સુવ્યવસ્થાનો પ્રશ્ન દેશને સતાવી રહ્યો છે. ઉદ્યોગો નથી એટલે બેરોજગારી છે.

એ બધા શ્રમિકોના, બેરોજગારોના ટોળા મુંબઈ જેવા શહેરમાં જોવા મળે છે. લખનઉ, કાનપુર, મેરઠ જેવા શહેરોના કલાકારો, સંગીતકારો, લેખકો વગેરે વર્ષોથી મુંબઈ આવે છે. યોગી આ બધાને પોતાની સાથે લઈ જશે કે? યોગી જિદ પર ઉતર્યા છે અને તેમણે ફિલ્મસિટીને ઊભી કરવી છે. યોગી મહોદયે હવે ખુલાસો કર્યો છે કે અમે કોઈનું પાકીટ ઝૂંટવી જતા નથી. અમે ઉત્તરપ્રદેશમાં ફિલ્મસિટી બનાવી રહ્યા છીએ.

અક્ષયકુમાર આંબા ચૂસીને ખાવામાં પારંગત
જાણીતા એક્ટર અક્ષયકુમાર યોગીને મળ્યા એવા ફોટાઓ છપાયા છે. અક્ષયકુમારની મહાનતાનું શું વર્ણન કરવું. તે મહાન કલાકાર તો છે જ સાથે આંબા ચૂસીને ખાવાની કલામાં પારંગત છે. વડાપ્રધાન મોદી સાથે તેમની આંબા ચૂસીને ખાવા બાબતે કરેલી ચર્ચા ગાજી હતી. હવે યોગી મહારાજ પાસે તેમણે મોટા ભાગે ચૂસેલા આંબાની પ્રેમકથા જેવી વાર્તાની સ્ક્રિપ્ટ રજૂ કરેલી દેખાય છે. આ તો જો કે એક ગમ્મત છે એવા શબ્દોમાં અક્ષયકુમારને ટોણો મારવામાં આવ્યો હતો.

કંગનાની પીઓકે કોમેન્ટ પર કર્યો વળતો પ્રહાર
કંગના રનૌતે મુંબઈની સરખામણી પાક વ્યાપ્ત કાશ્મીર (પીઓકે) સાથે કરી. તેથી આ અભિનેત્રી ભાજપ માટે પ્યારી બહેન થઈ. ભાજપની આ જ અભિનેત્રીએ પીઓકે તરીકે જણાવનાર મુંબઈમાં ભાજપના રાજ્યના મુખ્યમંત્રી પોતાના રાજ્યના વિકાસ માટે આવે છે એ જાણે કે સમયે લીધેલો બદલો જ છે. સાચા પીઓકેમાં કાયદો અને સુવ્યવસ્થાની સ્થિતિ મિરજાપુર કરતા જુદી નથી. ઉત્તરપ્રદેશની બદનામી રોકો, કાયદો અને સુવ્યવસ્થા જાળવો એટલે માયાનગરી આપોઆપ નિર્માણ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો