તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાયગડ જિલ્લાના પર્યટનસ્થળો અલિબાગ, મુરુડ-જંજીરા અને શ્રીવર્ધનને બ વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ બાબતની ઘોષણા પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ કરી હતી. આદિત્ય ઠાકરે તથા પર્યટન રાજ્યમંત્રી અને રાયગડ જિલ્લાના પાલકમંત્રી કુમારી અદિતી તટકરેના પ્રયત્નોથી મુંબઈ, પુણેની નજીકના રાયગડ જિલ્લાના આ પર્યટનસ્થળોના વિકાસને ઉતેજન આપવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
આ પર્યટનસ્થળોને બ વર્ગનો દરજ્જો મળવાથી સરકાર મારફત ત્યાં વિવિધ પર્યટન સુવિધાઓ, પાયાભૂત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. એના લીધે ત્યાં પર્યટનને મોટા પ્રમાણમાં ઉતેજન મળશે. મહારાષ્ટ્રના કિનારાપટ્ટી પરનું અલિબાગ વિશાળ દરિયાકિનારો મળેલ કુદરતી સૌંદર્યવાળું પર્યટનસ્થળ છે. સમુદ્રમાં શિવકાલીન ઐતિહાસિક કિલ્લો, કાન્હોજી આંગ્રેની સમાધી, 150 વર્ષ જૂની બ્રિટિશકાલીન વેધશાળા સહિત શ્રીકનકેશ્વર, શ્રીસિદ્ધેશ્વર, શ્રીરામેશ્વર, શ્રીબાલાજી મંદિર, શ્રી કાશી વિશ્વેશ્વર મંદિર વગેરે શિવકાલીન મંદિરો, જ્યુ સમાજનું પ્રાર્થનામંદિર, હિરાકોટ કિલ્લો અને તળાવ, ખાંદેરી અને ઉંદેરી કિલ્લા વગેરે ઐતિહાસિક પર્યટનસ્થળો છે.
મુરુડ-જંજીરા નગરની ભૌગોલિક સ્થિતિ આકર્ષક છે. શહેરમાં પ્રવેશ કરતા જ નવાબી નજાકતવાળો રાજવાડો જોયા પછી આગળ અફાટ અરબી સમુદ્ર છે. સમુદ્રમાં પદ્મદુર્ગ છે. શહેરની ભાગોળે શ્રી કોટેશ્વર ગ્રામદેવતા અને શહેરની વચ્ચે શ્રી ભોગેશ્વર મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ અને અન્ય પુરાતન મંદિરો છે. મુરુડ-જંજીરા ઐતિહાસિક જળદુર્ગ છે અને મોટી સંખ્યામાં દેશીવિદેશી પર્યટકો એની મુલાકાત લે છે. નજીક જ ફણસાડ અભયારણ્ય અને ખોકરી ટોમ્બ છે. શ્રીવર્ધન નગરપરિષદ ક્ષેત્રમાં કાલભૈરવ, જીવનેશ્વર, સોમજાદેવી, કુસુમાવતી વગેરે મંદિરો અને પેશવા મંદિર વગેરે છે. શ્રીવર્ધનનો સમુદ્રકિનારો લગભગ 4 કિલોમીટર લાંબો છે.
બીચ શેક ધોરણ મંજૂર
રાજ્ય સરકાર કોકણ પર્યટન વિકાસને ઉતેજન આપી રહી છે. એના માટે બીચ શેક ધોરણ મંજૂર કરવામાં આવ્યું છે. આ ધોરણ અંતર્ગત રાયગડ જિલ્લાના અલિબાગ ખાતે વર્સોલી સમુદ્રકિનારો અને શ્રીવર્ધન ખાતેના હરિહરેશ્વર સમુદ્રકિનારાનો વિકાસ કરવામાં આવશે. કોકણના અન્ય જિલ્લાઓના સમુદ્રકિનારાઓનો પણ આ ધોરણ અંતર્ગત વિકાસ કરવામાં આવશે. સિંધુદુર્ગમાં હોટેલ તાજ ગ્રુપ રોકાણ કરી રહેલ છે અને ચિપી એરપોર્ટ પણ ટૂંક સમયમાં શરૂ થશે. હવે રાયગડ જિલ્લાના 3 પર્યટનસ્થળોને બ વર્ગનો દરજ્જો મળવાથી તેમને આ દરજ્જા પ્રમાણે સુવિધા અને ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.