તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:ફરજ દરમ્યાન ગેરહાજર રહેવા છતાં 2 હવાલદારોને 6 વર્ષ સુધી પગાર મળ્યો

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિભાગીય તપાસ પછી બરતરફ કરવાનો આદેશ: આટલાં વર્ષ સુધી પગાર લીધો તે તંત્રની બેદરકારી

મુંબઈ પોલીસ દળમાં બે પોલીસ હવાલદાર લગભગ છ વર્ષ કામ પર ગેરહાજર રહ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. વધુ તપાસ પછી બંનેને કામ પરથી કાઢી નાખવામાં આવ્યા છે. રામલાલ દિગંબર મંજુળે અને સમદ સલીમ શેખની 2012માં તારદેવના સ્થાનિક શસ્ત્ર વિભાગમાંથી મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. ત્યારથી બંને ગેરહાજર રહ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. વિશેષ વાત એટલે બંને ગેરહાજર હોવા છતાં તેમને છ વર્ષથી પગાર મળતો રહ્યો છે. ગુનેગારોને કોર્ટમાં લઈ જવા અને તેમને જેલમાં પાછા લાવવા માટે કર્મચારીઓની વ્યવસ્થા કરવી તેમ જ અત્યાવશ્યક આસ્થાપનાઓમાં સુરક્ષા પૂરી પાડવાનું કામ સ્થાનિક શસ્ત્રાસ્ત્ર વિભાગ પાસે છે.

ગયા અઠવાડિયે બંનેને કામ પરથી કાઢી નાખવામાં આવ્યા છે. આ આદેશમાં જૂન 2012થી આ બંને હવાલદારોએ કામ કર્યું નથી. આ બંનેની એકાંતરે ડ્યુટી મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. વિભાગીય તપાસ પછી પોલીસ ઉપાયુક્ત (ઝોન 2)એ આદેશ આપ્યો હતો.7 અને 8 જૂન 2012ના તારદેવ સ્થાનિક શસ્ત્રાસ્ત્ર વિભાગમાંથી તેમની બદલી મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યા પછી મંજુળે અને શેખ ક્યારેય ડ્યુટી પર હાજર થયા નહોતા. કામ પર હાજર થવા માટે બંને તેમના ઘરના સરનામા પર નિયમિત નોટિસ મોકલવામાં આવી પણ બંનેએ પ્રતિસાદ આપ્યો નહોતો.

એ પછી 2013માં બંને હવાલદારોને પોલીસ દળમાંથી સસપેન્ડ કરવામાં આવ્યા. શરૂઆતમાં ત્રણ મહિના તેમના પગારની અડધી રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવી હતી. ત્રણ મહિના પછી બંનેએ પોતાની માસિક આવકમાંથી 75 ટકા રૂપિયા કાઢવાની શરૂઆત કરી હતી. 2018ની શરૂઆતમાં પોલીસ વિભાગને જાણ થઈ કે છેલ્લા છ વર્ષથી કામ પર ગેરહાજર બે કોન્સ્ટેબલ હજી પગાર લઈ રહ્યા હતા. તેમનો પગાર બંધ કરવામાં આવ્યો અને વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી. વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કોઈ પણ પૂર્વસૂચના ન લેતા બંને હવાલદાર કામ પર ગેરહાજર હતા એમ તપાસમાં નિષ્પન્ન થયું.

સપ્ટેમ્બર 2020માં કારણ દર્શાવો નોટિસ
એ પછી કારણ દર્શાવો નોટિસ બજાવવામાં આવી. 29 સપ્ટેમ્બર 2020ના મંજુળેને કારણ દર્શાવો નોટિસ બજાવવામાં આવી. એણે આ નોટિસને પ્રતિસાદ આપ્યો નહોતો. શેખે 27 માર્ચ 2021ના નોટિસનો જવાબ આપ્યો હતો. તપાસ દરમિયાન પૂછપરછ માટે મંજુળેએ પ્રતિસાદ ન આપ્યો અને શેખ હાજર તો થયો પણ અધિકારીઓના સવાલના સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. આ બંને હવાલદારોએ મહારાષ્ટ્ર નાગરિક સેવા નિયમનું ઉલ્લંઘન કર્યું છે એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો અને બંનેને બરતરફ કરવાનો આદેશ મુંબઈ પોલીસ (સજા અને અપીલ) 1956ના નિયમ 3 અંતર્ગત 2 જૂનના જારી કરવામાં આવ્યો.

અકસ્માત થયો હતો
2011માં મારો અકસ્માત થયો હતો. મેડિકલ સારવાર પછી હું ફરીથી ડ્યુટી પર હાજર થયો હતો પણ 2012માં મારા માથાને ઈજા પહોંચતા બેહોશ થઈ ગયો. મેં આપેલા જવાબમાં (કારણ દર્શાવો નોટિસ) મેડિકલ રિપોર્ટ સાથે જોડ્યો છે. છતાં તેમણે મારા કુટુંબનો વિચાર ન કર્યો અને મને બરતરફ કર્યો એમ શેખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...