નિર્ણય:દેશમુખ, ભુજબળના કેસની સુનાવણી કરતા જજની યવતમાળમાં ટ્રાન્સફર

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખડસે, અડસુળના કેસની પણ સુનાવણી કરતા હતા

મની લોન્ડરિંગ કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના રિમાંન્ડ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની અરજીઓ અને સાંસદો તેમ જ વિધાનસભ્યો સંબંધી અન્ય કેસોની સુનાવણી કરતા વિશેષ જજ એચ એસ સાતભાઈને મુંબઈ હાઈ કોર્ટ દ્વારા તુરંત અમલ સાથે યવતમાળ જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.તેઓ સેશન્સ કોર્ટ ખાતે આ વર્ષે જુલાથી સાંસદો અને વિધાનસભ્યો સંબંધી કેસોની સુનાવણી કરતા હતા. સોમવારે જજ સાતભાઈએ દેશમુખને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી. દેશમુખના કેસ ઉપરાંત જજ સાતભાઈ મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ સંબંધી મહારાષ્ટ્ર સદન કૌભાંડ સાથે સંબંધનો કેસ પણ સાંભળતા હતા, જે કેસમાં ભુજબળને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

દેશમુખની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલ)ની જોગવાઈઓ હેઠળ ઈડી દ્વારા 1 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે જારી નોટિફિકેશનમાં મુંબઈ હાઈ કોર્ટે જણાવ્યું કે સિટી સિવલ કોર્ટના જજ અને એડિશનલ સેશન્સ જજ એચ એસ સાતભાઈની તુરંત અમલ સાથે જિલ્લા જજ-2 અને એડિશનલ સેશન્સ જજ, કેલાપુર, જિલ્લો યવતમાળ ખાતે બદલી કરવામાં આવે છે.

પૂર્વ મહારાષ્ટ્રમાં યવતમાળ જિલ્લો મુંબઈથી 685 કિમી દૂર છે. જજ સાતભાઈ સાતભાઈએ હાલમાં મહારાષ્ટ્ર સદન કૌભાંડ કેસમાં ભુજબળ અને અન્યોને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા. તે સમયે તેમણે એવી નોંધ કરી હતી કે દિલ્હીમાં નવું મહારાષ્ટ્ર સદન નિર્માણ કરવા માટે ઠેકામાં અનધિકૃત કટકીનો કોઈ પણ પ્રકાર ભુજબળ કે તેમના સંબંધીને પ્રાપ્ત થયો હોય એવું સૂચવતી કોઈ પણ પૂરતી સામગ્રી નથી.

જજ સાતભાઈ સહકારી બેન્કમાં કથિત કૌભાંડ સંબંધી કેસમાં શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ આનંદ અડસુળની ધરપકડ પૂર્વ જામીનની અરજી પણ સુનાવણી કરતા હતા. ઉપરાંત તેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મહેસૂલ મંત્રી અને એનસીપીના નેતા એકનાથ ખડસેને સંડોવતા પુણેના જમીન સોદા કેસની પણ સુનાવણી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...