તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક નિયંત્રણ:રવિવાર રાતથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જમાવબંધી લાગુ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઈ સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યા અને કોરોનાથી થતા મૃત્યુનો આંકડો ચિંતાજનક રીતે વધતો જાય છે, જેથી રવિવાર, 28 માર્ચથી રાજ્યમાં રાત્રી જમાવબંધી લાગુ કરવાનો નિર્ણય મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ લીધો છે. મદદ અને પુનવર્સન વિભાગને શુક્રવારે જ આ અંગેના આદેશ જારી કરવા તેમણે સૂચના આપી હતી.મુખ્ય મંત્રીએ સર્વ વિભાગીય કમિશનર, જિલ્લાધિકારી, મહાપાલિકા કમિશનર, પોલીસ એસપી, જિલ્લા સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન, જિલ્લા અને રાજ્ય ટાસ્ક ફોર્સના સભ્યો, તબીબી કોલેજના ડીન સાથે કોવિડની સ્થિતિ બાબતે સંવાદ સાધ્યો હતો.

તે સમયે તેમણે આ આદેશ જારી કર્યા હતા.મુખ્ય મંત્રીએ જણાવ્યું કે હું લોકડાઉન કરવા માગતો નથી, પરંતુ દર્દીઓની વધતી સંખ્યા ધ્યાનમાં લેતાં આરોગ્ય સુવિધાઓ મોટે પાયે રાજ્યમાં ઊભી કરી તે પણ ઓછી પડશે કે કેમ એવી શક્યતા ઊભી થતી દેખાઈ રહી છે. આથી જ દરેક જિલ્લાઓને તેમની આરોગ્ય સુવિધા, બેડ્સ અને દવાઓની ઉપલબ્ધતા અને તેમાં કરવાના વધારા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના પણ તેમણે આપી હતી.

કડક નિયંત્રણના સંકેત
જો જનતા કોવિડના નિયમો હજુ પણ પાલન નહીં કરશે તો આગામી સમયમાં વધુ કડક નિયંત્રણ લાદવા પડશે. બેડ્સ, આરોગ્ય સુવિધા વધારી શકીશું, પરંતુ ડોક્ટરો, નર્સીસ અને આરોગ્ય કર્મચારીઓ કઈ રીતે વધારીશું એ ધ્યાનમાં લેવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો