તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વોરિયર્સ:પ્લાઝમા દાતાની ટેસ્ટ માટે વિભાગીય સ્તરે જ સુવિધા

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાતાઓની હેરાનગતિ નહીં થાય અને ડોકટરો પર ઓછી તાણ થશે

કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્લાઝમા સારવાર આપવા માટે સમયસર પ્લાઝમા ઉપલબધ થાય એ માટે કેઈએમ હોસ્પિટલમાં પ્લાઝમા બેંક શરૂ કરવામાં આવશે. અહીં પ્લાઝમા દાન કરવા માટે દાતાઓએ બે વખત ફેરો ખાવો પડે છે. એમ ન થાય એટલે વિભાગીય સ્તરે જ તેમની ટેસ્ટ કરવાની સુવિધા ઊભ કરવામાં આવશે.કોરોનાગ્રસ્તો પર પ્લાઝમા સારવાર માટે જરૂરી પ્લાઝમા મેળવવા માટે દર્દીના સગાસંબંધીઓએ દોડધામ કરવી પડે છે. પ્લાઝમા કેન્દ્રિય પદ્ધતિથી એક જ ઠેકાણેથી પૂરું પાડવાનું સગવડભર્યું કરવા કેઈએમ હોસ્પિટલમાં મુંબઈની પ્રથમ પ્લાઝમા બેંક શરૂ કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો. એના માટે જરૂરી સામગ્રી અને મનુષ્યબળ આગામી કેટલાક દિવસોમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

બે અઠવાડિયામાં આ પ્લાઝમા બેંક કાર્યરત થશે. હોસ્પિટલમાં અત્યારે સાડા ત્રણસોથી વધારે પ્લાઝમા સાચવેલું છે. પ્લાઝમા સાચવવું, બીજી હોસ્પિટલોને આપવાની પ્રક્રિયા ચાલુ છે. પણ એને કેન્દ્રિય સ્વરૂપ આપવા પ્લાઝમા બેંક ઊભી કરવામાં આવશે. હોસ્પિટલે 30થી વધારે પ્લાઝમા થેલીઓ ખાનગી અને સરકારી હોસ્પિટલોને આપી હોવાનું કેઈએમ હોસ્પિટલના ડીન ડો. હેમંત દેશમુખે જણાવ્યું હતું. પ્લાઝમા ભેગુ કરીને એક વર્ષ સુધી સાચવી શકાય છે. તેથી જરૂર મુજબ ત્યાંથી પ્લાઝમા પૂરું પાડવામાં આવશે.કોરોનામુક્ત થયેલા દાતાઓનું પ્લાઝમા આપવા પહેલાં વિવિધ ટેસ્ટ કરીને એ યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં આવશે. તેથી તપાસણી માટે અને પ્લાઝમા આપવા માટે એમ બે વખત દાતાઓએ હોસ્પિટલમાં ધક્કો ખાવો પડે છે. એના લીધે કેટલાક દાતાઓ પ્લાઝમા દાન માટે ઉત્સાહ દેખાડતા નથી. દાતાઓની અડચણ દૂર કરવા માટે વિભાગીય કોરોના નિયંત્રણ કક્ષ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રમાં તેમની ટેસ્ટ કરી કરવામાં આવશે એમ અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. દાતાની હેરાનગતિ બંધ થશે

શક્ય હોય તો દાતાઓના ઘરે જઈને પ્લાઝમાના નમૂના લેવામાં આવશે. એમાંથી યોગ્ય જણાયેલા દાતાને પ્લાઝમા આપવા માટે કેઈએમ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. એના લીધે હોસ્પિટલના ડોકટરો પર પણ ઓછી તાણ આવશે. તેમણે ફક્ત સંકલન કરવું પડશે અને દાતાને પણ હેરાનગતિ નહીં થાય. એના સહિત સાયનની લોકમાન્ય ટીળક, નાયર હોસ્પિટલમાં પણ પ્લાઝમા સંકલન અને પુરવઠો ચાલુ રહેશે એમ કાકાણીએ ઉમેર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો