તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:મુંબઈની ચાલીઓ અને હાઈ સોસાયટીમાં ડેન્ગ્યુએ માઝા મૂકી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એફ સાઉથ, બી અને એચ વેસ્ટ વોર્ડમાં સૌથી વધુ કેસ, વરસાદજન્ય બીમારીઓ વધી

કોરોનાથી હજુ નાગરિકોને છુટકારો મળ્યો નથી ત્યાં ડેન્ગ્યુએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને મુંબઈની ગીચ ચાલીઓ સાથે હાઈ સોસાયટીઓમાં પણ ડેન્ગ્યુએ માઝી મૂકી છે. બી વોર્ડમાં સેન્ડહર્સ્ટ રોડ અને આસપાસ, એફ સાઉથમાં લાલબાગ પરેલ, એચ વેસ્ટમાં બાંદરા ખાર વેસ્ટ એમ ત્રણ વિસ્તારમાં ડેન્ગ્યુએ ભીંસ વધારી છે.

છેલ્લા બે દિવસથી મુંબઈમાં ફરીથી વરસાદ શરૂ થયો હોઈ વરસાદજન્ય બીમારીઓ પણ જોડે લાવ્યો છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 132 દર્દી મળી આવ્યા હતા, જ્યારે હમણાં સુધી 209 દર્દીની નોંધ થઈ છે. સૌથી વધુ દર્દીઓ એફ સાઉથ, બી અને એચ વેસ્ટ વોર્ડમાં મળી આવ્યા છે, જ્યાં મોટે ભાગે ચાલીઓ અને હાઈ સોસાયટીઓ આવેલી છે.

દરમિયાન મલેરિયાનું પણ જોખમ વધી રહ્યું છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી મલેરિયાના 3338 કેસ નોંધાયા હતા. ઓગસ્ટમાં 790 મલેરિયાના દર્દી મળી વ્યા છે. મલેરિયા સાથે ગેસ્ટ્રોએન્ટરોલોજીના કેસ પણ વધી રહ્યા છે. આઠ મહિનામાં ગેસ્ટ્રોના 1848 કેસ નોંધાયા હતા.

દરમિયાન તાપમાન અચાનક થયેલો ઘટાડો, હવામાં ભેજ અને વરસાદનાં જમાં થતાં પાણી, ઠંડી હવા, દૂષિત પાણીને લીધે અને મચ્છરોથી થતી બીમારીઓ ઉદભવતી હોવાથી તેને કારણે બધા વયજૂથના બાળકો ચેપની બીમારીનો ભોગ બની રહ્યા છે. આથી સમયસર બીમારીનો ઉપચાર કરવાનું જરૂરી છે, એમ ડોક્ટરોની સલાહ આપે છે.

ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાનો તાવ, સ્નાયુમાં તીવ્ર વેદના, ઊબકા, ઊલટી, પેટમાં દુખાવો સંબંધિત છે. આ માટે પૂરતા દ્રવ પદાર્થનું સેવન અને આરામ જરૂરી છે. પેટમાં સતત દુખવું, ઊલટીઓ થવી, રક્તસ્રાવ જેવાં લક્ષણો તરફ દુર્લક્ષ નહીં કરવું જોઈએ. દૂષિત અન્ન અને પાણીને લીધે ટાઈફોઈડ, હેપેટાઈટિસ, ડાયેરિયા, આમ વગેરે બીમારી લાગુ થાયછે. નિરોગી આહાર અને ભરપૂર પાણી પીવું, શરીરમાં પાણીનો સ્તર યોગ્ય રાખવો જોઈએ, એમ ડોક્ટરો સલાહ આપે છે.

નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ
નાના બાળકોને ઓઆરએસ, દાળનું પાણી, છાશ જેવા અન્ય દ્રવપદાર્થ આપવાની સલાહ આપી શકાય. સામાન્ય શરદી અને વાઈરસને લીધે થતો ફ્લુ થાક, તાવ અને સ્નાયુમાં વેદના દર્શાવે છે અને સામાન્ય રીતે એક અઠવાડિયાથી ઓછો રહે છે. ફ્લુથી ગ્રસ્ત બાળકોને સૂપ જેવા ગરમ દ્રવપદાર્થ આપવા જોઈએ અને પૂરતો આરામ આપવો જોઈએ, એવી પણ સલાહ છે.

છેલ્લા આઠ મહિનાની આંકડાવારી
છેલ્લા આઠ મહિનામાં મુંબઈમાં મલેરિયાના સૌથી વધુ 3338 કેસ નોંધાયા છે. આ પછી લેપ્ટોપાઈરોસિસના 133, ડેન્ગ્યુના 209, ગેસ્ટ્રોના 1848, હેપેટાઈટિસના 165 અને એચ1એન1ના 45 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...