રજૂઆત:દહિસર ટોલ નાકા પર ટ્રાફિક સમસ્યાઓ ઉકેલવા માગણી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દહિસર ટોલ નાકા પર થતો ટ્રાફિકજામ, સાંકડા નાળાઓને કારણે વરસાદમાં સર્જાતી પૂર જેવી સ્થિતિ, પુલો માટે વન ખાતાની પરવાનગી નહીં હોવાથી થતો ટ્રાફિક જામ, નાગરિકોની સુવિધા માટે સ્કાયવોકની જરૂર જેવા મહત્ત્વના મુદ્દાઓ ઉકેલવા માટે વિધાનસભ્ય પ્રકાશ સુર્વે મુંબઈના પાલકમંત્રી આદિત્ય ઠાકરેને મળ્યા હતા.

વોર્ડ-11 બોરીવલી પૂર્વ, શ્રીકૃષ્ણ નગર ખાતે શ્રીકૃષ્ણ નદી પરનો પુલ અતિજોખમી થવાથી વાહનો અને રાહદારીઓ માટે બંધ કરવાનું ફલક મહાપાલિકાએ લગાવ્યું છે. જોકે વોર્ડ 11 અને 5ના નાગરિકોના પ્રવાસ માટે આ એકમાત્ર નજીકનો માર્ગ છે અને તે બંધ હોવાથી નાગરિકોને પોતાના ઘરે જવા માટે 1 કિલોમીટર ફેરો મારવો પડે છે. 2 વર્ષ પૂર્વે પુલ દુરસ્તી માટે રૂ. 6 કરોડ મંજૂર થયા છે, પરંતુ વન ખાતાની પરવાનગી નહીં મળતી હોવાથી કામ અટવાઈ ગયું છે.

આ માર્ગ પરથી બોરીવલી સ્ટેશન સુધી સ્કાયવોકનું કામ અને ભંડોળ પણ માન્ય થયું છે. જોકે સ્કાયવોકનું કામ બંધ હોવાથી ભંડોળ પુલના કામ માટે આપવો એવી માગણી કરવામાં આવી છે.દહિસર ટોલ નાકા પર રોજ મોટે પાયે ટ્રાફિકજામ થાય છે એવી ફરિયાદ કરતાં મેટ્રો 9 પિયર અને રિસરફેસિંગનુંકામ 15 દિવસમાં પૂરું થતાં આ મુશ્કેલી દૂર થશે એમ કહેવામાં આવ્યું હતું.વોર્ડ 4 દહિસર પૂર્વ ખાતે મીનાક્ષી માર્બલ નાળાની પહોળાઈ 12 મીટર છે. જોકે આ નાળું વેસ્ટર્ન હાઈવે નજીક ફક્ત 6 મીટર પહોળું છે અને પુલ નીચે હોવાથી અમુક ઠેકાણે સાંકડું છે. આથી અહીં દર વર્ષે ચોમાસામાં 8થી 9 ફૂટ પાણી ભરાઈને ઘરમાં ઘૂસી જાય છે તે અંગે ઘટતું કરવા પણ મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...