કોરોના ઇફેક્ટ:નિયમોનું પાલન કરીને મંદિરોનાં દ્વાર ખોલવા સરકાર પાસે માગણી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની પાર્શ્વભૂમિમાં બધા નિયમોનું પાલન કરીને મંદિરોનાં દ્વાર ખોલવા દેવા માટે મહારાષ્ટ્ર, ગોવા સહિત દેશભરનાં મંદિરોના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, મઠાધિપતિઓ, ધર્મપ્રેમીઓ, હિંદુત્વનિષ્ઠો અને સંગઠનના પ્રતિનિધિઓએ માગણી કરી છે. આ અંગે તેઓ સરકારને પત્ર લખશે એવો નિર્ણય પણ લેવાયો હતો. હિંદુ જનજાગૃતિ સમિતિ વતી ઓનલાઈન ચર્ચાસત્ર યોજાયું હતું, જેમાં આ નિર્ણય લેવાયો હતો.

મંદિર- સંસ્કૃતિ રક્ષા ઝુંબેશનો અમલ કરવામાં આવી રહ્યો છે
મંદિર પર થતા આઘાત વિરુદ્ધ રાષ્ટ્રીય મંદિર- સંસ્કૃતિ રક્ષા ઝુંબેશનો અમલ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત મંદિરના ટ્રસ્ટીઓનું ઓનલાઈન ચર્ચાસત્ર પાર પડ્યું. આ સમયે મોટાં મંદિર પરિસરનાં નાનાં મંદિરોને સહાય કરવા દત્તક લેવા, મંદિરોમાં ભાવિકોને ધર્મશિક્ષણ આપવું, મંદિરના ટ્રસ્ટીઓનું સંગઠન બનાવવા માટે નિયમિત બેઠકનું આયોજન કરવું જેવા ઠરાવ કરવામાં આવ્યા હતા, એમ હિંદુ જનજાગૃતિ સમિતિના ગુજરાત રાજ્ય, પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણ વિભાગ સમન્વયક મનોજ ખાડ્યેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...