ફરિયાદ:મસ્જિદ પરનાં લાઉડસ્પીકર મુદ્દે મનસેની અમિત શાહ પાસે માગ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઉડસ્પીકરમાં ઊંચા અવાજને લીધે શાંતિભંગ થાય છે એવી ફરિયાદ

મનસેએ હવે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને મસ્જિદ પરનાં લાઉડસ્પીકર હટાવવાની માગણી કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાની માગણી પણ કરી છે. મનસેના નાશિક વિભાગ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. થોડા દિવસ પૂર્વે રાજ ઠાકરેએ રાજ્ય સરકારને બધી મસ્જિદો પરનાં લાઉડસ્પીકર હટાવવામાં આવે એવી માગણી કરી હતી. હું કોઈ પણ પ્રાર્થનાનો વિરોધ કરતો નથી, પરંતુ લોકોએ પોતપોતાનાં ઘરે તેમના વિશ્વાસનું પાલન કરવું જોઈએ અને અન્યોને ત્રાસ નહીં આપવો જોઈએ, એમ રાજે જણાવ્યું હતું.

મનસેએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપતાં પત્રમાં જણાવ્યું છે કે સુપ્રીમે 18 જુલાઈ, 2005ના જનહિત અરજી પર ચુકાદામાં મસ્જિદ પરનાં લાઉડસ્પીકરમાં કરવામાં આવતી ઘોષણાને લીધે જાહેર શાંતિનો ભંગ થતો હોઈ દરેક ભારતીયોને બંધારણની કલમ 21 અન્વયે આપવામાં આવેલા જીવવાના અધિકારમાં ધ્વનિપ્રદૂષણને લીધે ખલેલ પહોંચતી હોઈ મસ્જિદ પરનાં લાઉડસ્પીકર ઉતારવાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. મસ્જિદ પરનાં લાઉડસ્પીકર ઉતારવામાં નહીં આવે એવી રાજ્ય સરકારની ભમિકા કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરનારી છે એમ પણ પત્રમાં જણાવ્યું છે.

3 મે સુધી હટાવવા અલ્ટિમેટમ : દરમિયાન રાજે ગુડીપડવાના મેળાવડામાં મસ્જિદ પરનાં લાઉડસ્પીકર હટાવવાની માગણી કરી હતી. આ પછી થાણે ખાતે સભામાં પણ સરકારને લાઉડસ્પીકર હટાવવા માટે 3 મે સુધી અલ્ટિમેટમ આપ્યું હતું.

રાજનને પીએફઆઈની ચેતવણી
દરમિયાન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના મુંબ્રા અધ્યક્ષ મતીન શેખાનીએ જણાવ્યું કે દેશના મુસ્લિમો પર અત્યાચાર થતો હોઈ અમુક લોકોને મુંબ્રાનું વાતાવરણ પણ બગાડવું છે. આ સાથે તેમણે છેડોગે તો છોડેંગે નહીં એવો ઈશારો આપ્યો હતો. જો તમે મહારાષ્ટ્રમાં એકેય લાઉડસ્પીકરને સ્પર્શ કરશો તો તમારો વિરોધ કરવા માટે પીએફઆઈ સૌથી આગળ રહેશે, એવી ચેતવણી તેમણે આપી છે.

અન્ય સમાચારો પણ છે...