રજૂઆત:મહિલાઓ માટે લેડીઝ સ્પેશિયલ બસ શરૂ કરવા CM પાસે માગણી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી, ખાનગી આસ્થાપનાઓ પરના કર્મીઓના માટે વધુ બસસેવા ઉપલબ્ધ કરો

મુંબઈમાં સરકારી, અર્ધસરકારી વગેરે કાર્યાલયોના કર્મચારીઓ માટે મર્યાદિત સ્વરૂપમાં રેલવે પ્રવાસની સુવિધા ઉપલબ્ધ હોવાથી મહિલાઓ માટે વિશેષ બસસેવા તેમ જ સરકારી, અર્ધસરકારી, ખાનગી આસ્થાપનાઓ પરના અધિકારીઓ-કર્મચારીઓના પ્રવાસ માટે અતિરિક્ત બસસેવા ઉપલબ્ધ કરી આપવી એવી માગણી મહિલા અને બાળવિકાસ મંત્રી એડવોકેટ યશોમતી ઠાકુરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે પત્ર દ્વારા કરી છે. સંપૂર્ણ રાજ્યમાં લાગુ લોકડાઉનમાં રાહત આપતા બંધીઓ હળવી કરવામાં આવી છે. તમામ અત્યાવશ્યક સેવાના સરકારી, ખાનગી આસ્થાપનાઓ પરના અધિકારી-કર્મચારીઓ ખાસ કરીને મહિલાઓએ કાર્યાલયમાં અથવા ડ્યુટીના ઠેકાણે ઉપસ્થિત રહેવું જરૂરી છે. કેન્દ્ર સરકારે રેલવેથી પ્રવાસ કરવા માટે ક્યૂઆર કોડવાળા પાસની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે. પણ મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ક્યૂઆર કોડવાળા પાસ મળ્યા નથી. તેથી તેમણે સાર્વજનિક પરિવહન વ્યવસ્થા બસથી પ્રવાસ કરવો પડે છે એમ ઠાકુરે પત્રમાં નોંધ્યું છે.

બસથી પ્રવાસ કરવા દરરોજ એક-બે કલાક બસની રાહ જોવી પડે છે. બસ મળ્યા પછી એમાં બે-ત્રણ કલાક પ્રવાસ કરવો પડે છે. ખાસ કરીને મહાનગરમાં બસથી અવરજવર કરવા ઘણી મુશ્કેલી થાય છે. બસમાં થતી ગિરદી જોતા એની સંખ્યા વધારવાની જરૂર છે. તેથી મહિલાઓ માટે વિશેષ બસ સેવા અને સરકારી તથા ખાનગી આસ્થાપનાઓ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે અતિરિક્ત બસ સેવા ઉપલબ્ધ કરી આપવી જરૂરી છે એમ તેમણે નિવેદનમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...